રાજસ્થાનનો બાળક ટ્રેનમાં ભૂલથી નડિયાદ પહોંચ્યો

નરેશ ગનવાણી

નડિયાદમાં સર્વોદય એક્સપ્રેસમાં એક ૧૩ વર્ષીય બાળક રાજસ્થાનથી ભૂલથી ગુજરાત આવી પહોંચ્યો હતો. ટ્રેનમાં મુસાફરે ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન પર જાણ કરતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશભાઈ પટેલે રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ રવિન્દ્ર યાદવ સાથે મળીને બાળકનો કબજો લીધો હતો. બાળકનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ બાળ કલ્યાણ સમિતિના આદેશથી તેને હાલ નડિયાદના બાળ સંભાળ ગૃહમાં રાખવામાં આવ્યો છે.
અધિકારીઓએ બાળકના પરિવાર સાથે સંપર્ક કર્યો છે. પરિવારજનો એક-બે દિવસમાં નડિયાદ આવી પહોંચશે. ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી બાળકને તેના પરિવાર સાથે મોકલવામાં આવશે, તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ કેસમાં માતૃછાયા અનાથ આશ્રમના સંદીપ પરમારનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!