દાહોદમાં રેપીડ ટેસ્ટ મળી કુલ ૮ કોરોના દર્દીઓ સામે આવ્યા : આજે આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ જિલ્લામાં આજે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળતાં વહીવટી તંત્ર સહિત આરોગ્ય તંત્રે હાશકારો અનુભવ્યો હતો. વધુમાં મળતી માહિતી મુજબ 64 સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા તે પૈકી તે પૈકી 56 લોકોના રિપોર્ટ નેગેટિવ પામ્યા હતા. જ્યારે રેપિડ ટેસ્ટ મળી કુલ આઠ લોકો કોરોના પોઝિટિવ આવતા દાહોદ જિલ્લામાં કોરોના નો આંક 674 પર પહોંચવા પામ્યો છે.જ્યારે વધુ 28 લોકો કોરોના મુક્ત થતાં હાલ 265 કોરોના સંક્રમિત દર્દીઓ અત્રેના હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે.જોકે આજે વધુ બે લોકોના મોત નિપજયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.
છેલ્લા કેટલાય સમયથી કોરોના સંક્રમણે દાહોદમાં હાહાકાર મચાવતાં શહેર સહીત જિલ્લામાં લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. જોકે છેલ્લા ત્રણ ચાર દિવસથી દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા વહીવટી તંત્ર સહીત આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો આરોગ્ય વિભાગે ગઇકાલે 52 rtpcr તેમજ 12 રેપિડ ટેસ્ટ મળી કુલ 64 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી કરતા તેમાંથી 56 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે (1)29 વર્ષીય અગ્રવાલ પવન કુમાર અશોકભાઈ, (2)28 વર્ષીય અગ્રવાલ કામિનીબેન અજયભાઈ રહે. લુહારવાડા, (3) 33 વર્ષીય પંચાલ મયુરભાઈ વિજયભાઈ વિશ્વકર્મા મંદિર પાસે,ઝાલોદ, (4) 27 વર્ષીય શ્રીમાળી સબુરભાઇ મિલનભાઈ રામદ્વારા ઝાલોદ(5)53 વર્ષીય શ્રીમાળી મિલનભાઈ ધુળાભાઈ(6) 50 વર્ષીય શ્રીમાલી ગીતાબેન મિલનભાઈ રહે. રામદ્વારા ઝાલોદ, તેમજ 12 રેપિડ ટેસ્ટમાં પર્વત મથુર નીસરતા તેમજ શ્યામ પર્વત નીસરતા રહે.સાઈખુશી સોસાયટી, દાહોદ મળી કુલ 8 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાવા પામ્યા છે.આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓમાં 6 દર્દીઓ ઝાલોદમાં તેમજ બે કેસો દાહોદમાં નોંધાયા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી જે તે વિભાગને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી સૅનેટાઇઝ સહિતની કામગીરી શરુ કરી છે.આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તેમજ હોમ કોરોનટાઇનના મળી કુલ 12586 લોકોના સેંપલ કલેક્ટ કર્યા હતા. જે પૈકી 11643 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 269 લોકોના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 43 દર્દીઓ કોરોના કાળમાં મૃત્યુ પામ્યા છે.
#Sindhuuday Dahod