નડિયાદ વડોદરા એક્સપ્રેસવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ વડોદરા એક્સપ્રેસવે પર અકસ્માતની ઘટના સામે આવી જેમાં ડભોઈથી હિંમતનગર તરફ મકાઈ ભરેલી ટ્રક જઈ રહી હતી ત્યારે ટ્રકનું ટાયર ફાટતા પાછળથી વડોદરાથી અમદાવાદ જતી બીજી ટ્રકે તેને પાછળથી ટક્કર મારી હતી ટક્કર એટલી ભયંકર હતી કે મકાઈ ભરેલી ટ્રક બેકાબુ બનીને પલટી ખાઇ ગઈ હતી અકસ્માતના કારણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી ટ્રાફિકને નિયંત્રણની કામગીરી હાથ ધરી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.
