નડીઆદ મનપા દ્વારા સફાઈ કામદારોને લૂ થી બચાવવા ORS નું વિતરણ

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ મહાનગરપાલિકાના સફાઈ કામદારોના સ્વાસ્થ્ય માટે મનપાના કમિશનર જી.એચ. સોલંકીના નેતૃત્વમાં આ પહેલ કરવામાં આવી છે. નડિયાદને સ્વચ્છ રાખવા માટે ૨૮૪ સફાઈ કામદારો જ્યારે ગરમીનો પારો ૪૧-૪૨ ડિગ્રી સુધી પહોંચતા દિવસ-રાત મહેનત કરે છે. સવારેથી શરૂ થતા આકરા તડકામાં કામ કરતા આ કર્મચારીઓને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે.
નડિયાદ શહેરના ખેતા તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તમામ સફાઈ કામદારોને ORS અને એનર્જી ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કમિશનર સોલંકી, ડેપ્યુટી કમિશનર રૂદ્રેશભાઈ હુદડ, હેલ્થ ઓફિસર પ્રેરણા ગ્વાલાની, ચીફ સેનેટરી મયંક દેસાઈ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. મહાનગરપાલિકાએ નાગરિકોને પણ શહેરની સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. સફાઈ કામદારો આકરી ગરમીમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે, તેથી નાગરિકોએ પણ શહેરની સ્વચ્છતામાં સહયોગ આપવો જોઈએ. મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રજ્ઞેશ પટેલ અને વેપારી મંડળના મિહિર સુખડીયાના અને તેમની ટીમના સભ્યો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!