દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળોને વિકસિત કરવા માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ બેઠક


દાહોદ તા.૦૯

દાહોદ જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળો જેવા કે, સાગટાળા, રતનમહાલ વન્યજીવ અભ્યારણ, નળધા કેમ્પસાઈડ, રામપુરા, ઘાસબીડ જેવા સ્થળો પર વધુ સુવિધા ઉભી કરવામાં આવે જેના કારણે પ્રવાસીઓની સંખ્યા વધે અને પ્રવાસે આવતા લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે કલેક્ટરશ્રીએ વધુ વિકસિત કરવા માટે જણાવ્યું હતું. એ સાથે હાલમાં આ પ્રવાસન સ્થળો પર કેટલા પ્રવાસીઓ મુલાકાત લે છે હાલમાં પ્રવાસન સ્થળ પર કેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રવાસન સ્થળ કેટલી જગ્યામાં ફેલાયેલ છે. આ સ્થળોના વિકાસ માટે ખર્ચ સાથે વિગતે માહિતી મંગાવવામાં આવી છે.

દાહોદ જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ અને તેની નવી હોસ્ટેલના નિર્માણ અંગે દાહોદમાં ચાલતી હોસ્ટેલ સંબંધિત કર્મચારીઓ સાથે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કલેક્ટરશ્રીએ હોસ્ટેલમાં કેટલા વિદ્યાર્થીઓની કેપેસિટી છે અને હાલમાં કેટલા વિદ્યાર્થીઓનું એડમિશન થાય છે. તે અંગે આંકડાકિય માહિતી મેળવી હતી. જ્યાં સુધી સ્પોર્ટ સ્કૂલ અને હોસ્ટેલનું નિર્માણ ન થાય ત્યાં સુધી અન્ય હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને એડમિશન આપી સ્પોર્ટ સ્કૂલ શરૂ કરવા માટે કલેક્ટરશ્રીએ તૈયારી બતાવી હતી.

કલેકટરશ્રીએ જે પણ હોસ્ટેલમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વધુ અરજી આવતી હોય છે પણ મર્યાદિત સંખ્યા હોવાથી વિદ્યાર્થીઓને એડમિશન ન મળતું હોય તો તે સંબંધિત હોસ્ટેલના અધિકારીઓને વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા અને મોટી હોસ્ટેલ માટે સરકારમાં માંગણી કરવા માટે જણાવવામાં આવ્યું હતું જિલ્લા કલેકટરશ્રીએ દાહોદના બાળકો ભણે ગણે અને આગળ વધે અને જિલ્લાનો વિકાસ થાય તે માટે કોઈ પણ વિદ્યાર્થીને મુશ્કેલી ન પડે તે બાબતની કામગીરી કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!