સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ : દેવગઢ બારિયાના સાલીયા ,વાડોદર ,ભથવાડા, ઝાબિયા , નાની ખજુરી અને રૂવાબારી ગામે ખેડૂતોને ખેતી માટે પાણી આપવા માટેની યોજનાનું કહાર ખાતમુહૂર્ત કરતા મંત્રી



દાહોદ તા.૦૯
દાહોદ સિંચાઈ વિભાગ હસ્તક દેવગઢબારિયા પેટા વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા દેવગઢ બારીયા તાલુકાના ગામ સાલીયા , ભથવાડા , વાડોદર, રૂવાબારી, નાની ખજુરી, ઝાબીયા ગામે ડ્રીપ ઇરીગેશન કરી સિંચાઈ વિહોણી ખેતીની જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર નવીન ઉદ્ધવહન સિંચાઈ યોજનાની કામગીરીનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
સાલીયા ગામના ઈરીગેશન માટે ૧ કરોડ ૫૬ લાખના ખર્ચે આ યોજના હેઠળ કામગીરી કરવામાં આવશે જેમાં ૧૧૯ હેક્ટરમાં ૩૬૫થી વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે ,ભથવાડા ગામના ઈરીગેશન માટે ૧ કરોડ ૫૦ લાખ ૯૩ હજારના ખર્ચે આ સિંચાઈની યોજનાની કામગીરી કરવામાં આવશે જેમાં ૧૧૫ હેક્ટર સિંચાઈમાં ૩૮૫ જેટલા ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે ,વાડોદર ગામના ઈરીગેશન માટે ૧ કરોડ ૬૯ લાખ ૮૮ હજારના ખર્ચે સિંચાઈની યોજનાની કામગીરી શરૂ કરાશે જેમાં ૧૨૫ હેક્ટરમાં સિંચાઈનો લાભ ૩૪૫ ખેડૂતોને મળશે તેવી જ રીતે જાબિયામાં ૧ કરોડ ત્રણ લાખના ખર્ચે ૫૨ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે, નાની ખજુરી ગામમાં ૯૩ હજારના ખર્ચે ૫૨ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે તેમજ રુવાબારી ગામોમાં ૧ કરોડ ૭૨ લાખના ખર્ચે ૧૦૦ હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી મળી શકશે.આ યોજના થકી ખેડૂત ત્રણ સિઝનમાં સિંચાઈનો લાભ મેળવી મબલખ પાક લઈ શકે . જેના થકી ખેડૂતોનું સામાજિક જીવન ધોરણ ઊંચું આવશે આંતરીયાળ ગામડાના ગરીબ ખેડૂતોનું માઇગ્રેશન અટકશે અને ઘર આંગણે પોતાની આજીવિકા મેળવી શકશે. તેમજ આ સિંચાઇ યોજનાથી લાભ મળતા પૂરક વ્યવસાય તરીકે પશુપાલન થકી આવકનો સ્ત્રોત વધારી શકશે.
આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે કહ્યું હતું કે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું વિઝન છે. જેમાં ખેડૂતો પગભર થાય અને મહિલાઓ કૃષિ પશુપાલક અને ગૃહ ઉદ્યોગમાં આગળ આવે તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબંધ છે. મહાત્મા ગાંધીજીનું પણ સ્વપ્ન હતું કે ખેડૂતો સધ્ધર બને એટલે ખેડૂતો ચાર સિઝનમાં પાક લઈ શકે તે માટે તળાવમાં કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનાથી તળાવો છલકાઈ રહ્યા છે અને આવનાર સમયમાં ૪૦૦ કરોડના ખર્ચે નવી પાઇપલાઇન જે નર્મદા નદીમાંથી પાણી લાવવા માટેની યોજના અમલમાં છે. એટલે કે ખેડૂતોને બારેમાસ ખેતી માટે પાણી મળી રહે તે માટે આ યોજનાની કામગીરીની શરૂઆત કરી છે.
વધુમાં મંત્રી શ્રી એ કહ્યું હતું કે આ યોજના સરકારની યોજના છે પણ સાથે ગામ લોકોની પણ ભાગીદારી અને ફરજ બને છે કે જ્યારે પણ કામગીરી થતી હોય ત્યારે તેમાં સાથ અને સહયોગ આપવો જોઈએ.અત્યારે મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ કરીને જમીનને બગાડી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં પાણીની કોઈ તકલીફ રહેવાની નથી એટલે દરેકના ઘરે ગાયને રાખો અને તેમાંથી જીવામૃત ઘન જીવામૃત બનાવી ખેતરમાં તેનો છંટકાવ કરો અને પ્રાકૃતિક ખેતી કરો સાથે બાગાયતી ખેતી કરો. બાગાયતી ખેતીમાં ૭૦% સુધીની સરકાર સબસીડી આપે છે અને પાંચ લાખ સુધીની વગર વ્યાજે સરકાર લોન આપે છે. એટલે દરેક ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી પ્રાકૃતિક ખેતી કરો અને ભવિષ્યની આવનાર પેઢીને પ્રાકૃતિક ખેતી સાથે મિલેટ્સ જેમાં જુવાર બાજરી બાવટો નાગલી સહિતની વાવણી કરો
આ અવસરે જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ અરવિંદા પટેલિયા, એપીએમસીના ચેરમેન અમરસિંહ રાઠવા, જિલ્લા પંચાયત સભ્ય સોનલબેન રાજેશભાઈ બારીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નરેન્દ્ર બારીયા, પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ મનુભાઈ મકવાણા ,બારીયા તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ , તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, દાહોદ સિંચાઈ વિભાગના અધિકારીઓ ગામના સરપંચો યુવાનો વડીલો બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.