સરદાર વલ્લભભાઈની 150 મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

નરેશ ગનવાણી નડિયાદ

સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર નડિયાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિની ઉજવણી ‘સરદાર’ થીમ આધારે કરવામાં આવી હતી. સંસ્થાની ભાવિ શિક્ષિકાઓનો વિદાય અને પ્રગતિની ઉડાન સાંસ્કૃતિક કાર્યક્રમમા જિલ્લા શિક્ષણધિકારી કે. એચ. રાવલ સંસ્થાના પ્રમુખ દિનશા પટેલ,એજ્યુકેશન ઈંસ્પેક્ટર અલ્પેશભાઈ પટેલ, મંત્રી ભગવતીબેન પંડ્યા,ડાયરેક્ટર નલિનભાઈ જોષી,વિનયભાઈ પટેલ,આચાર્યા ડૉ. પ્રીતિ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આચાર્યા ડૉ. પ્રીતિ રાઠોડે મહેમાનોને આવકારી સરદાર 150 જ્યંતિ વર્ષ ઉજવણી અંગે માહિતી આપી હતી.
જિલ્લા શિક્ષણધિકારી ક. એચ. રાવલે જણાવ્યું હતું કે, ભાવિ શિક્ષિકાઓએ ગાંધી સરદારની ઉત્તમ કૃતિઓ રજૂ કરી છે. વર્ષો પહેલાં સરદારે કરેલ રજૂઆતના સંવાદ આજે દિકરીઓના મુખે સાંભળતા રુવાડા ઉભા થઇ જાય.
જૂની સંસ્થા સરદાર અને ગાંધીના મૂલ્યો થકી આજે પણ શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે તે ગૌરવની વાત છે. દિનશા પટેલે જણાવ્યું હતું કે, ‘દિકરીઓ માટે શિક્ષણ સૌથી મોટુ હથિયાર છે.દીકરીઓને સમાન તક આપવી જોઈએ.દીકરીઓ સપનાઓને માર્યાદિત ન બનાવશો. સ્નેહ, સાહસ અને સંસ્કારથી જીવન જીવજો. તાલીમાર્થી બહેનોએ સરદાર ગીત, સરદાર નાટક રજુ કર્યા હતા. સફળ વિધાર્થીનીઓનું શિલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!