જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.સુધીર જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ઇજનેરી કોલેજ દાહોદના વિધાર્થીઓ માટે હેલ્થ સેમિનાર યોજાયો

દાહોદ તા.૦૯
નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા આર્યુવેદ અધિકારી દાહોદના માર્ગદર્શન હેઠળ 10 એપ્રિલ 2025 સુધી વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસની નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં અનેક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે
સરકારી ઇજનેરી કોલેજ દાહોદના વિધાર્થીઓ માટે હેલ્થ અવેરનેસ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ સેમિનારમાં જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડૉ.સુધીર જોશી, ડૉ અલ્કાબેન ડામોર સ.આ. દ.છાસીયા , મેડિકલ ઓફિસર , ડૉ સંગીતબેન બોખાણી મેડિકલ ઓફિસર સ.આ. દ કારઠ , ડૉ દેવેન્દ્ર ડામોર મેડિકલ ઓફિસર હોમીઓપેથી સ.હો.દ પુંસરી ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ડો.સુધીર જોશી દ્વારા લોકોના સ્વાસ્થ્ય રક્ષણ અને સંવર્ધન માટે ફરજ બજાવવી તે અંગે વિસ્તાર પૂર્વક સમજણ આપવામાં આવી હતી. આજના સમયના પડકારોમાં સંવર્ધન આયુષના સિંદ્ધાંતો દ્વારા કેવી રીતે કરી શકાય તે અંગે આયુર્વેદ – યોગ ઈત્યાદિ વિષે માહિતી અને સમજણ આપવામાં આવી હતી.
ડૉ અલ્કાબેન અને ડૉ સંગીતાબેન દ્વારા આયુષ અને આયુર્વેદિક વિષે માહિતી આપવામાં હતી. ડૉ દેવેન્દ્ર ડામોર દ્વારા હોમીયોપેથી સારવારની અસરકારક્તા વિશે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રોગ્રામમાં વિધાર્થીઓ દ્વારા સ્વાસ્થ્ય , વ્યશન મુક્તિ , રોગ પ્રીતિકારક શક્તિ વધે તે અંગે પોતાના વ્યક્તવ્ય રજુ કરવામાં આવ્યા હતા. આ હેલ્થ સેમિનારમાં મોટી સંખ્યામાં પ્રાધ્યાપક ગણ અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા.