વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસની દાહોદ આઈ.ટી.આઈ. ખાતે કરાઈ ઉજવણી


દાહોદ તા.૧૧

નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા આર્યુવેદ અધિકારીશ્રી દાહોદના માર્ગદર્શન હેઠળ સરકારી હોમીઓપેથીક દવાખાના નિમનળિયા દાહોદ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી ભાગરૂપે આઈ.ટી.આઈ. દાહોદ ખાતે વિદ્યાર્થીઓને હોમીયોપેથી વિશે માહિતી આપવામાં આવી હતી તથા દવાના પ્રકાર તેના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. અને સાથે હીટ વેવની જાણકારી અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તથા ડો. દેવેન્દ્ર ડામોર દ્વારા લાઈફ સ્ટાઇલ બીમારીઓની માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી ડો. સુધીર જોશી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને શિસ્તતા , કૌશલ્ય , વ્યસનમુક્તિ જેવા વિષયો તથા સોશ્યિલ મીડિયાના ફાયદા-નુકસાન ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

7 thoughts on “વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસની દાહોદ આઈ.ટી.આઈ. ખાતે કરાઈ ઉજવણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!