દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે

દાહોદ તા.૭
આદિવાસી સમાજની સંસ્કૃતિ-પરંપરા-અસ્મિતાને ટકાવી રાખવા પ્રતિવર્ષ ૯ ઓગષ્ટના રોજ સયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરાયેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં પણ વિવિધ સ્થળે આ ગૌરવવંતા દિવસની ઉજવણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જેમાં ગરબાડાના તાલુકા પંચાયત સભાખંડ ખાતેના કાર્યક્રમમાં રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ, ફતેપુરાના એપીએમસી સભાખંડ ખાતે રાજ્ય મંત્રી શ્રી જયદ્વથસિંહ પરમાર, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, ખરેડી, દાહોદ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, મોડેલ સ્કુલ, લીમખેડા ખાતે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ, ગાંધીનગરના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહેશે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: