ઝાલોદના આંબા ગામે નાણાંની લેવડ દેવડ મામલે બે વ્યક્તિઓને માર મારતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામે નાણાંની લેવડ દેવડ મામલે એક ઈસમે બે વ્યક્તિઓને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
એટલાસ કંપનીમાં ફરજ બજાવતાં સંજય મનીન્દ્ર પાઠક (રહે.બિહાર)ને સુથારવાસા ગામના સરપંચને ધાર્મિક કામ અર્થે દાનપેટે રૂપીયા આપવા બાબતે સુનીલકુમાર સતબીર (રહે.હરીયાણા) સાથે ઝઘડો તકરાર થયો હતો. ત્યારે સુનીલકુમારે જાહેરમાં બેફામ ગાળો બોલતો હતો ત્યારે મુકેશ જૈન વચ્ચે પડતાં સુનીલકુમારે મુકેશ જૈન તથા તાનસીંગભાઈ ચમનભાઈ માવીને ગડદાપાટ્ટુનો માર મારી કોલર પકડ્યો હતો.
આ સંબંધે સંજયભાઈ મનીન્દ્ર પાઠકે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.