ગરબાડાના ભરસડા ગામે રસ્તાની વચ્ચે ઉભેલ ટ્રેક્ટરની પાછળ મોટરસાઈકલ ઘુસી જતાં ચાલકનું મોત
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભરસડા ગામે રસ્તા ઉપર ઉભેર ટ્રેક્ટરની પાછળ મોટરસાઈકલ ધડાકાભેર અથડાતાં મોટરસાઈકલના ચાલકને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં મોટરસાઈકલના ચાલકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગરબાડાના ભરસડા ગામે એક ટ્રેક્ટરના ચાલકે ગત તા.૧૭મી એપ્રિલના રોજ ટ્રાફિકને અડચણરૂપ થાય, ભયંકર રીતે તેમજ કોઈપણ પ્રકારના સાઈન બોર્ડ ન મુકી બેદરકારી દાખવી પોતાના કબજાનું ટ્રેક્ટર રોડ ઉપર ઉભુ રાખતાં તે સમયે પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા દાહોના નળવાઈ ગામ ગામતળ ફળિયામાં રહેતાં નયનેશભાઈ જાેખાભાઈ માવી આ ટ્રેક્ટરની પાછળ ધકાડાભેર અથડાતાં નયનેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે જશવંતભાઈ જાેખભાઈ માવીએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

