અજાણી સ્ત્રી વિરૂધ્ધ ગુનો નોંધાયો : ધાનપુરના ખજુરી ગામેથી કોતરમાંથી નવજાત બાળક બાળક મળી આવ્યું
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે એક કુવાની બાજુમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકને ત્યજી દઈ ફરાર થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૭મી એપ્રિલના રોજ ધાનપુરના ખજુરી ગામે રીછદડા નજીક આવેલ કુવાની બાજુમાં આળેલ કોતરમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે તાજા જન્મેલ નવજાત પુરૂષ જાતિના બાળકને કોતરમાં ત્યજી દઈ ફરાર થઈ ગઈ હતી ત્યારે તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા સબુરભાઈ વરસિંગભાઈ મોહનીયા પસાર થતાં તેઓની નજર આ નવજાત બાળક ઉપર પડતાં તેઓએ આસપાસના લોકોને જાણ કરી હતી અને લોકટોળા સ્થળ પર ઉમટી પડ્યાં હતાં. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને નવજાત બાળકનો કબજાે લઈ તેને નજીકના દવાખાને મોકલી આપવામાં આવ્યું હતું.
આ સંબંધે સબુરભાઈ વરસિંગભાઈ મોહનીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

