નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ખ્રિસ્તી સમાજ દ્વારા ઈસ્ટર સંડેની ઉજવણી કરાઈ
નરેશ ગનવાણી નડિયાદ

ગુડ ફ્રાઇડે ના ત્રીજા દિવસે ઈસુ ભગવાન સજીવન થયા હોય આ પર્વને ઈસ્ટર સન્ડે તરીકે ખ્રિસ્તી સમાજ દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ગુડ ફ્રાઇડે બાદ ત્રીજા દિવસે પ્રભુ ઈસુ સજીવન થયા હોય ખ્રિસ્તી બંધુઓ આ દિવસને ઈસ્ટર સન્ડે તરીકે ઉજવે છે. પ્રભુ ઈસુએ ગુડ ફ્રાઇડેના દિવસે લોકોના પાપ માટે પોતાની બલી આપી અને ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા અને ત્રીજે દિવસે સજીવન થયા મૃત્યુ પર વિજય મેળવ્યો. ખ્રિસ્તી બંધુઓ એકબીજાને હેપી ઈસ્ટર કહી શુભેચ્છા પાઠવે છે. પ્રભુ ઈસુએ ગુડ ફ્રાઇડેના દિવસે માનવ જાતિ માટે પોતાનું બલિદાન આપ્યું અને ત્રીજા દિવસે પ્રભુ ઈસુ સજીવન થયા. મૃત્યુ પર વિજય મેળવી પ્રભુ ઈસુ સજીવન થયા હોય આ દિવસને ઈસ્ટર પર્વત તરીકે ઉજવવામાં આવે છે.
નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લાના તમામ ચર્ચમાં ઈસ્ટર સન્ડેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી તથા વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. નડિયાદ વૈશાલી રોડ પાસે આવેલા સેન્ડ મેરિસ ચર્ચ ખાતે રાત્રી જાગરણ શનિવારના રોજ કરવામાં આવ્યું. ફાધર ધ્વારા સુભસંદેસ આપવામાં આવિયો. હાલ્લેલુયા હાલ્લેલુયા ના ભજનો થી સમગ્ર વાતાવરણ પવિત્ર બન્યું.


Happy Easter