હીટ એન્ડ રનની ઘટનાને પગલે મોડી રાત્રે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં : દાહોદ શહેરમાં મોડી રાત્રે રસ્તાની સાફ સફાઈ કરતાં સફાઈ કર્મચારીઓને ફોર વ્હીલર ગાડીએ અડફેટમાં લેતાં ચાર મહિલાઓને ગંભીર ઈજા





દાહોદ તા.૨૧
દાહોદ શહેરમાં રાત્રી દરમ્યાન રસ્તા ઉપર સફાઈ કરતા કર્મચારીઓને એક કારે ચાલકે અડફેટે લેતા ચાર મહિલા કર્મચારીઓને ઈજા થઈ હતી. ૧૦૮ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તા. ૨૦ની રાત્રી દરમ્યાન સફાઈ કર્મચારીઓ શહેરના અંજુમન હોસ્પિટલ સામે સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક આઈ૧૦ કારના ચાલકે બેફામ કાર હંકારી આવી તે સમયે રસ્તાની સાફ સફાઈ કરતાં ચાર મહિલા કર્મચારીઓને આ ફોર વ્હીલર ગાડીના ચાલકે અડફેટે લેતા ચાર મહિલાઓને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે મોડી રાત્રીના સમયે લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ હિટ એન્ડ રનના બનાવને પગલે ફોર વ્હીલર ગાડીના ચાલક સામે લોકોનો ભારે આક્રોશ પણ જાેવા મળ્યો હતો ત્યારે ઈજાગ્રસ્ત ચાર મહિલાઓને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે નજીકના દવાખાને લઈ જવાયા હતા. અકસ્માતની ઘટના સંદર્ભે પોલીસે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

