આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ ખાતે બે દિવસીય તાલીમ વર્કશોપ યોજાયો

દાહોદ જિલ્લાના જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નવી પહેલ ના ભાગરૂપે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દાહોદ જીલ્લાના કિશોર કિશોરીઓના આરોગ્ય શિક્ષણ અને ન્યૂટ્રિશન સ્તરમાં વધારો લાવવા માટે આરોગ્ય શિક્ષણ અને આઈ સી ડી એસ વિભાગના કર્મચારીઓની તા. 21/04/2025 અને 22/04/2025 ના રોજ તાલીમ વર્કશોપ કરવામાં આવ્યો હતો.
આ તાલીમ દરમ્યાન તાલીમ પામેલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા આવનાર માસમાં દાહોદ જીલ્લાના ત્રણેય શાખાના વિવિધ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.
