આરડી ગુરુકુલમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.
કાપીલ સાધુ સંજેલી



આરડી ગુરુકુલમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી
સંજેલી આરડી ગુરુકુલમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી . આરડી ગુરુકુલમ માં નાના બાળકો દ્વારા વિવિધ ડાન્સ કરી સૌને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. ત્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પણ નાના બાળકોના શૈક્ષણિક બુદ્ધિ વિકાસ સાથે વિવિધ પ્રકારના ડાન્સ જોતા સૌ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા . વાર્ષિક મહોત્સવમાં શાળા પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમના આયોજનમાં વિદ્યાર્થીઓના વાલી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા . કાર્યક્રમમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહજી ભાભોર તથા ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા તથા ચમરીયા જિલ્લા પંચાયત સીટના સદસ્ય શિલ્પાબેન તથા એપીએમસીના ચેરમેન જશુભાઈ બામણીયા , મોહનભાઈ ચારેલ , પૂર્વ પાર્ટી પ્રમુખ રમેશભાઈ , આકાશભાઈ, કિરણભાઈ , પાર્ટી પ્રમુખ સુરેશભાઈચારેલ દ્વારા પોષણ તથા આવનાર ભવિષ્ય ની સારી કારકિર્દી ના નાના ભૂલકાઓને આશીર્વાદ આપવામાં આવ્યા..