દાહોદના ભાઠીવાડા ગામે NTPC (નેશનલ થર્મલ પાવર કોર્પાેરેશન) ના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી : સંપુર્ણ સોલાર પ્લાન્ટ બળીને ખાખ : આગ એટલી ભીષણ વિકરાણ હતી કે, દાહોદ જિલ્લાની સાથે સાથે સંતરામપુરના ફાયર ફાઈટરોની મદદ લેવાઈ






દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે એન.ટી.પી.સી. (નેશનલ થર્મલ પાવર કોર્પાેરેશન)ના સોલાર પ્લાન્ટમાં ગતરોજ રાત્રીના સમયે અચાનક આગ ફાટી નીકળતાં વિસ્તારમાં અફરાતફરીના માહૌલ સાથે ચકચાર મચી જવા પામી છે. આગ અંગેની ઘટનાની જાણ સ્થાનીક પોલીસ તેમજ ફાયર ફાઈટરને થતાં તેઓ પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી ગયાં હતાં. આગ એટલી વિકરાણ હતી કે, પાણીના બંબાઓ દેવગઢ બારીઆ, ઝાલોદ અને સંતરામપુર ખાતેથી મંગાવવા પડ્યાં હતાં. વહેલી સવાર સુધી આગ કાબુમાં આવી હતી ત્યારે આ આગની ઘટનાને પગલે અનેક તર્ક વિતર્કાે પણ વહેતાં થવા માંડ્યાં છે જેમાં આગ કોઈક કારણોસર જેમાં ઝઘડા, તકરારમાં લગાવવામાં આવી હશે કે કેમ ? જેવા અનેક સવાલો સાથે પોલીસે આ દિશામાં તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે. આ લાગેલ આગમાં કરોડોના નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે આવેલ એન.ટી.પી.સી.ના સોલાર પ્લાન્ટમાં ગત રાતે અકસ્માતે આગ ભભૂકી ઊઠતાં અને સુસવાટા મારતા તેજ પવનને કારણે આગ વધુ ભીષણ બનતાં આગ ઓલવવામાં દાહોદ ફાયર બ્રિગેડને ઝાલોદ, છોટાઉદેપુર તથા ગોધરાના ફાયર ફાઈટરની મદદ લેવી પડી હતી અને ૩૦થી પણ વધુ ડંકલ ગાડીઓનો ઉપયોગ કરી લાખો લીટર પાણીનો સતત ૯ થી ૧૦ કલાક સુધી મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ મંડાઇ રહ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગમાં કોઈ જાનહાની ન થતા તંત્રએ હાશકારો લીધો હતો. જાણવા મળ્યા મુજબ દાહોદ તાલુકાના ભાઠીવાડા ખાતેના એનટીપીસીના સોલાર પ્લાન્ટમાં પાછળના ભાગે તણખા ઝરતા અચાનક આગ ફાટી નીકળી હતી. આ સમયે ભારે પવનને કારણે આગ વધુ ભીષણ બની હતી. સોલાર પ્લાન્ટમાં પ્લાસ્ટિક, કાર્બન, વગેરે બળવાને કારણે નહીં ઉત્પન્ન થતા ગેસથી આગ ઓલવવાની કામગીરીમાં બાધા ઊભી થવા પામી હતી. અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. આવા સમયે આગ ઓલવવામાં સતત ખડે પગે રહેલી દાહોદ ફાયર બ્રિગેડની ટીમે આગની ભીષણતા જાેઈ ઝાલોદ, છોટાઉદેપુર તેમજ ગોધરાના એક એક ફાયર ફાઈટરની મદદ લીધી હતી. આમ દાહોદની ચાર ગાડી, ઝાલોદની એક છોટાઉદેપુરની એક ગોધરાની એક અને બે ટેન્કરની મદદથી દાહોદ ફાયર બ્રિગેડની ટીમે ૩૦થી વધુ ડંકલ ગાડીઓનો ઉપયોગ કરી લાખો લિટર પાણીનો સતત નવ થી દશ કલાક સુધી મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આગમાં સોલાર પ્લેટો સહિતનો કરોડો રૂપિયાનો સરસ સામાન બળીને ખાક થઈ ગયાનું બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ તે અંગેની તરેહ તરેહની ચર્ચાઓએ ભારે વેગ પકડ્યો છે. આગ વધુ ભીષણ બને તે પહેલા જ સોલાર પ્લાન્ટના સિક્યુરિટી સહિતના માણસોનું રેસ્ક્યુ કરી તેઓને બચાવી લેવામાં આવ્યા હતા. આગમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ લાગેલ આગના બનાવમાં અનેક ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે જેમાં કોઈ સ્થાનીક લોકો સાથે કોઈ ઝઘડા તકરારમાં અથવા તો કોઈ અદાવતે આગને અંજામ આપ્યો હોવાની ચર્ચાઓએ પણ ભારે જાેર પકડ્યું છે. આ સમગ્ર મામલે દાહોદ પોલીસે તપાસ હાથ ધરી છે. આગમાં ભારે નુકસાનની ભિતી વર્તાઈ રહી છે. સંપુર્ણ સોલાર પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો છે. હવે આ આગની ઘટના કંઈ રીતે બની તે તો પોલીસ તપાસમાં જ બહાર આવે તેમ છે.