દાહોદ શહેરમાં વેપાર, ધંધા વિહોણા બનેલા વેપારીઓ દ્વારા પુન: ફરીવાર પાલિકાના ચીફ ઓફિસરને વૈકલ્પિક વ્યવસ્થા માટે રજુઆત
દાહોદ તા.૨૨
દાહોદ શહેરમાં દાહોદ વેપારી એસોશીએશન દ્વારા દુકાનોની ફાળવણી માટે દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત રસ્તા પહોળા કરવાની કામગીરી અનુલક્ષીને ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ ડીમોલેશનની કામગીરીમાં દાહોદના વેપારીઓની દુકાનો પર પણ બુલડોઝર ફર્યુ હતું ત્યારે આજરોજ દાહોદ વેપારી એસોશીએશન દ્વારા દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદપત્ર આપી વેપારીઓએ પોતાને વેપાર, ધંધા શરૂ કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ મામલે વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે બાંહેધરી પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા પણ દાહોદના વેપારીઓના હિતને ધ્યાનમાં રાખી વહેલામાં વહેલી તકે વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા માટેના પ્રયાસો હાથ ધરી રહ્યાં છે.