ભાઠીવાડા ગામે એનટીપીસી કંપનીમાં ઘુસી કંપનીના કોન્ટ્રાક્ટર પર ગામના ૧૩ જેટલા લોકોનો હુમલો કોન્ટ્રાક્ટરની ertiga ગાડીને રૂપિયા ૪૦,૦૦૦/-નું નુકસાન પહોંચાડ્યું

દાહોદના ભાઠીવાડા ખાતેની એનટીપીસી કંપનીમાં કામ નહીં કરવા દેવા માટે ગામના ચાર મહિલા સહિત ૧૩ જણાયે ભેગા મળી કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કંપનીના કોન્ટ્રાક્ટર પર લાકડી તથા પથ્થર વડે હુમલો કરી મૂઢ ઇજા કરી કોન્ટ્રાક્ટરની ertiga ફોરવિલ ગાડી પર હુમલો કરી રૂપિયા ૪૦,૦૦૦/- નું નુકસાન પહોંચાડ્યાનું પોલીસ સુત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે ઝેર ફળિયામાં રહેતા રહેમાન ભાઈ મકનાભાઈ વહોનીયા, ફરીદભાઈ કાળાભાઈ વહોનીયા, રસુલભાઈ મકનાભાઈ વહોનીયા, રસુલભાઈ મકનાભાઇ વહોનીયાની પત્ની નંદુ બેન વહોનીયા, અમિત રેમાનભાઈ વહોનીયા, અનિલભાઈ જયંતીભાઈ વહોનીયા, ધર્મા દિનેશભાઈ મેડા, રોહિતભાઈ રાજુભાઈ મેડા, કાળુભાઈ કડુભાઈ મેડા, અલ્કેશ ભાઈ મીઠાભાઈ વહોનીયા તથા અન્ય ત્રણ મહિલાઓ વગેરેએ ભેગા મળી ગઈકાલે સોમવારે બપોરના બાર વાગ્યાના સુમારે પોતાના ફળિયામાં આવેલ એનટીપીસી કંપની માં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મૂળ સરગાસણ ગાંધીનગરના વતની અને હાલ ખરેડી ખાતે રહેતા હર્ષભાઈ વરજાંગભાઈ ચૌહાણને કોઈ કારણસર કંપનીમાં કામ નહીં કરવા દેવા માટે ગેરકાયદેસર અવરોધ કરી કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી લાકડી અને પથ્થર વડે હુમલો કરી કોન્ટ્રાક્ટર હર્ષભાઈ ચૌહાણને મૂઢ ઈજાઓ કરી તથા કોન્ટ્રાક્ટર હર્ષભાઈ ચૌહાણના મિત્ર અમરસિંહ ભાઈને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે માર મારી સામાન્ય ઇજાઓ કરી તથા ગાળાગાળી કરી કોન્ટ્રાક્ટર હર્ષભાઈ ચૌહાણની અર્ટીગા ગાડી પર હુમલો કરી રૂપિયા
૪૦,૦૦૦/-નું નુકસાન પહોંચાડ્યું હતું. આ સંબંધે ભાઠીવાડા ખાતેની એનટીપીસી કંપનીના કોન્ટ્રાક્ટર હર્ષ ભાઈ વરજાંગભાઈ ચૌહાણે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ભાઠીવાડા ઝેર ફળિયામાં રહેતા ઉપરોક્ત ચાર મહિલા સહિત કુલ ૧૩ જણા વિરુદ્ધ બી.એન.એસ. કલમ૧૮૯(૨),૧૮૯(૪),૧૯૧(૩),૧૧૮(૧)૩૨૪(૪),૩૨૪(૬),૩૨૯(૩),૩૫૧(૩),૨૯૬(બી) મુજબ રાયોટીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

2 thoughts on “ભાઠીવાડા ગામે એનટીપીસી કંપનીમાં ઘુસી કંપનીના કોન્ટ્રાક્ટર પર ગામના ૧૩ જેટલા લોકોનો હુમલો કોન્ટ્રાક્ટરની ertiga ગાડીને રૂપિયા ૪૦,૦૦૦/-નું નુકસાન પહોંચાડ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!