ઝાલોદ નગરના કલજીની સરસવાણી મુકામે સંતરામપુરના ફાયર ફાઈટરને અકસ્માત નડ્યો : ફાયર બ્રિગેડ પલટી મારતા અલ્ટોકાર અડફેટે આવતા 1,00,000નું નુકસાન

ફતેપુરા તા.૨૩

પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જિલ્લાના ભાથીવાડા ખાતે નિર્માણાધીન NPTC ના  પ્રોજેક્ટમા  આગ લાગી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આ આગ ને કાબુમાં લેવા માટે દાહોદ, ઝાલોદ, સંતરામપુર,દેવગઢ બારિયા સહિત નાં ફાયર ફાઇટરો આગ ઓલવવા બોલાવવામાં આવેલ હતા. જાણવા મળેલ મૂજબ રાત્રીના અંદાજીત બે વાગે સંતરામપુરના નગરપાલિકા નાં ફાયરફાયટર ના ચાલકે પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કલજીની સરસવાણી ગામે આ ફાયર ફાઈટર પલ્ટી મારી ગયું હતું. આ ફાયર ફાઈટર પલટી મારતા ધડાકા ભેર અવાજ આવ્યો હતો. 
આ ધડાકાભેર અવાજ સાંભળતા આસપાસના રહીશોતુરત

ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પલટી મારેલ અવસ્થામાં પડેલ . ત્યારે કલજીની સરસવાણી આગળ રોડ પર ફાયર ફાઈટરે ત્યાં એક વ્યક્તિના ઘર આગળ પાર્ક કરેલ મારુતિ અલ્ટો કારને અડફેટે લીધી હતી. આ અલ્ટો કારને ફાયર બ્રિગેડના ચાલાકે અડફેટે લેતા અલ્ટો કારને અંદાજે રુપિયા 1,00,000નુ નુકશાન થયેલ છે. આ અકસ્માતમાં અંદાજીત ત્રણ ફાયરબ્રિગેડમા સવાર વ્યકિતઓને ઇજા થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. તેમજ પોતાના ઘર આગળ પાર્ક કરેલી અલ્ટો કારને 1,00,000 નું નુકશાન થતાં આ અંગે ઝાલોદ પોલીસ સ્ટેશને કાર માલિક દ્વારા લેખિત માં અરજી આપી બનાવ ની જાણકારી આપવામાં આવેલ.આધટના માં ઈજાગ્રસ્ત ફાયરફાયટર ડાયવર લક્ષ્મણભાઈ ખાંટ ને ઈજા પહોંચતા સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.આ ધટના માં કોઈ જાતની જાનહાનિ થવા પામેલ નથી.

3 thoughts on “ઝાલોદ નગરના કલજીની સરસવાણી મુકામે સંતરામપુરના ફાયર ફાઈટરને અકસ્માત નડ્યો : ફાયર બ્રિગેડ પલટી મારતા અલ્ટોકાર અડફેટે આવતા 1,00,000નું નુકસાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!