ફતેપુરા મામલતદાર કચેરી ના સભાખંડમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા મામલતદાર કચેરી ના સભાખંડમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી લીમખેડા ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી લીમખેડા ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ફતેપુરા મામલતદાર એસ જી ડામોર તેમજ કાર્યક્રમને લગતા અધિકારી ઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારો દ્વારા નવ પ્રશ્નો રજૂ થયા હતા સલીયાટા ગ્રામ પંચાયતમાં હર ઘર યોજના ની તપાસ કરી પાણીની સમસ્યા હલ કરવા અને કામ પૂર્ણ કરવા બાબત. ઝેર ગામે સેવાનિયા ફળિયામાં વાસમો યોજના અંતર્ગત બનનાર પાણીની ટાંકી મારફતે પીવાના પાણી નું પાણી એક વર્ષથી બંધ છે ચાલુ કરવા બાબત. ફતેપુરા થી ઝાલોદ જતા રોડ પર પારગી પેટ્રોલ પંપ ની સામે પડેલ ભયજનક ખાડો તાત્કાલિક પુરવા બાબત. પાણી માટે બોર બનાવવાની તેમજ વિવિધ યોજનાથી વંચિત રાખવા માટે આત્મા વિલોપન બાબત. અનુ આદિજાતિ અને વંશપરાપરગત વસનારોના વન અધિકાર કાયદા હેઠળ મળેલ અધિકાર પત્રક વાલી જમીન વ્યક્તિગત રેવન્યુ હેડે દાખલ કરવા બાબત. જમીનની સનદ મેળવવા બાબત. દાવા અરજી પડતર હોય કાર્યવાહી કરી જમીનની સનદ મેળવવા બાબત.ભ્રષ્ટાચારની તપાસ કરવા બાબત. ના પ્રશ્નો રજૂ થયેલ હતા પ્રશ્નોનું નિવારણ કરવામાં આવ્યું હતું


