દાહોદના રાછરડા ગામે એકને માર મારી જાતિ અપમાનીત કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના રાછરડા ગામે એક વ્યક્તિને રસ્તામાં રોકી લાપટો, ઝાપટો મારી જાતિ અપમાનીત કરી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદના હિમાલા ગામે ગઠવાળી ફળિયામાં રહેતાં કરણભાઈ રતનાભાઈ ભાભોર ગત તા.૨૧મી એપ્રિલના રોજ પોતાના છોકરા સાહિલને ટીફીન આપવા માટે હિમાલા ગામે ગયાં હતાં જ્યાં ટીફીન આપી બાજુમાં આવેલ દુકાન આગળ ઉભા હતાં ત્યારે તે સમયે નવીનભાઈ દીપુભાઈ ખાચરીયા (લબાના)નાએ કરણભાઈને ઈશારો કરી પોતાની દુકાન ઉપર બોલાવ્યાં હતાં જ્યાં કરણભાઈને બેફામ ગાળો બોલી, લાપટો ઝાપટો મારી કહેવા લાગેલ કે, તારા ભાઈ સોમસીંગને કાર્તીકભાઈ ધાનકીની દુકાનેથી લોખંડ તથા સિમેન્ટ કેમ લઈ આપ્યો, તેમ કહી મારી નાંખવાની ધમકીઓ આપી કરણભાઈને જાતિ અપમાનીત કરતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કરણભાઈ રતનાભાઈ ભાભોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

