જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર આતંકીના હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો : દાહોદ શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા ભારે રોષની લાગણી સાથે આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે તંત્રને આવેદનપત્ર સુપ્રત કર્યુ
દાહોદ તા.૨૪
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પર્યટકોને નિશાન બનાવી અંધાધુંન ગોળી બારી કરતાં ૨૬ જેટલા પર્યટકોને મોતને ઘાટ ઉતારતાં સમગ્ર દેશમાં આ ઘટનાને લઈ ભારે રોષ ફેલાઈ રહ્યો છે ત્યારે દાહોદ શહેરમાં આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, બજરંગ દળ દ્વારા તંત્રને આવેદનપત્ર આપી આંતકવાદીઓ સામે સખ્ત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
કાશ્મીરના પહેલ ગામમાં આંતકવાદી નરાધમોએ ૨૬ જેટલા સહેલાણીઓને તેમની જાત પૂછી અને જે હીંંદુ હતા તેમની પોઈંટ બ્લેન્કથી ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા છે આજધન્ય ઘટનાના કારણે દેશમાં ભારે રોષ ફેલાયો છે અને ઠેર ઠેર વિરોધ કાઈ રહ્યો છે ત્યારે દાહોદ શહેરમાં પણ આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ અને બજરંગ દ્વારા તંત્રને આવેદન આપી આ ઘટનાને વખોંડવામાં આવી હતી અને આ ઘટનાના બદલો લેવાની વાત કરી હતી તો શહેરના દેસાઈવાડના વલ્લભચોકમાં પણ શહેરીજનો દ્વારા બે મીનીટનું મૌન પાળી મીણબત્તી સળગાવી હુમલામાં થયેલા મૃત્તકોને શ્રદ્ધાજંલિ આપી અને આંતકવાંદ અને પાકિસ્તાન વિરોધી સુત્રોચ્ચાર કરાયા હતા તેમજ કોગ્રેસ દ્વારા પણ બે મીનીટનું મૌન પાળી ઘટનાનો સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી. દાહોદ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા શહેરના પટડી ચોકમાં શ્રદ્ધાંજલિ તેમજ આતંકવાદી પૂતળાના દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી આતંકવાદના પૂતળાનું દહન કરી આતંકવાદી કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

