જમ્મુ કાશ્મીર ના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી આતંકવાદનો વિરોધ નોંધાવી.. જુમ્મા ની નમાજ અદા કરાઈ

રિપોર્ટર શબ્બીરભાઈ સુનેલવાલ
જમ્મુ કાશ્મીરના પહલગાંવમાં થયેલ અમાનવીય અને હીન આતંકવાદી કૃત્યને સમસ્ત મુસ્લિમ સમાજ ફતેપુરા એ વખોડી કાઢી અને આકરા શબ્દોમાં નિંદા કરી હતી. અને ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદના વિરોધમાં નગરની તમામ મસ્જિદોમાં કાળી પટ્ટી બાંધી નમાજ અદા કરી વિરોધ નોંધાવ્યો હતો. અને મસ્જિદોના ઇમામો એ દેશ માં શાંતિની દુઆ કરાવી હતી અને આવા અમાનવીય કૃત્ય કરનાર દોષીતો ને સખ્તમાં સખત સજા ની માંગ સરકાર સમક્ષ સજાની માંગણી કરી હતી. ફતેપુરા ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ રજાકભાઈ પટેલ અને ઉપપ્રમુખ ઈદરીશભાઈ ગુડાલા આંતકવાદીઓને સખતમાં સખત સજા થાય તે માટે માંગણી કરી હતી

Good https://lc.cx/xjXBQT
Good https://lc.cx/xjXBQT