દાઉદી વ્હોરા સમાજના આમીલ શ્રી શેખ ઇદરીશભાઇ એડનવાલાની કોવીડ – ૧૯ સામે તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે દાઉદી વ્હોરા સમાજના આમીલ શ્રી શેખ ઇદરીશભાઇ એડનવાલાએ કોવીડ-૧૯ સામે સરકારને સહકાર આપી નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
તેમણે જણાવ્યું છે કે, આપણા ધર્મગુરૂ જણાવે છે કે, આપણે જે દેશમાં રહીએ છીએ તેના કાયદાઓ-નિયમોને વફાદાર રહો અને તેનું પાલન કરવું જોઇએ. આપણા દાઉદી વ્હોરા સમાજના લોકો સરકારના કોવીડ-૧૯ના માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરે. કોરોના સંક્રમણના સમયમાં સરકારને સહકાર આપવાથી જ આપણે આ મહામારીથી બચી શકીશું. માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, સેનિટાઇઝરનો ઉપયોગ વગેરે ખૂબ જરૂરી છે. ખાસ કરીને તંત્ર દ્વારા જે વિસ્તારોને કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તારોમાં અવરજવર ન કરવી. કોરોના ના કોઇ પણ પ્રકારના લક્ષણો જણાય તો તુરત સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
#Sindhuuday Dahod

