સંજેલીમાં વિશ્વ મલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી


દાહોદ તા.૨૫
આજરોજ તા.૨૫/૦૪/૨૦૨૫ ના રોજ મેં.ડૉ.ઉદયકુમાર તિલાવટ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી દાહોદ, ડૉ.ગિરવરસિહ બારીયા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી દાહોદ, ડૉ.હિતેશકુમાર ચારેલ આઈ ઈ સી ઓફિસર સાહેબશ્રી દાહોદ શ્રી, અતિતકુમાર ડામોર જિલ્લા મેલેરીયા અધિકારી સાહેબ શ્રી દાહોદ, ડૉ.બી.કે.સિઘ તાલુકા હેલ્થ ઓફિસર સાહેબશ્રી સંજેલી, સર્વેના માર્ગદર્શન હેઠળ રે.હો.& સા આ કે સંજેલી ના પટાંગણથી ” ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવણી નિમિત્તે રેલી નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તાલુકા ના તમામ પ્રા આ કે ના મપહેવ શ્રીઓ,આશા બહેનો ઉપસ્થિત રહીને સંજેલી શહેર ના મુખ્ય રસ્તાઓ તેમજ હાટ બજાર ખાતે રેલી કાઢવામાં આવી તથા સરોરી પ્રા આ કે ના વાહન દ્વારા પ્રચાર/પ્રસાર કરવા મા આવેલ તથા ગપ્પીફીશ નું પણ લાઈવ પ્રદર્શન પણ હાટ બજાર ખાતે લોકોને બતાવવામાં આવ્યું હતું.
રેલીનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસર સાહેબશ્રી સંજેલી ડૉ.બી કે સિંગ તથા ડો.જીગર ડામોર ના સુચન થી તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી સંજેલી,મપહેસુ સરોરી,હિરોલા,વાસિયા દ્વારા સફળ પુર્વક કરવામાં આવી હતી.
તાલુકા આરોગ્ય ઓફિસ, સંજેલી


Awesome https://lc.cx/xjXBQT