નડિયાદ રામજી મંદિર ખાતે ચારભુજાજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ ધરા પર સ્થિત શ્રી રામજી મંદિર, નડીઆદ ખાતે શ્રી ચારભુજાજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા પ.પૂ. શ્રી ગોપાલદાસ મહારાજ અને પ.પૂ. શ્રી રામાનંદ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
નડીઆદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સમગ્ર નગરજનોને પરિવાર સાથે ઉત્સાહપૂર્વક આ પવિત્ર કાર્યક્રમમાં જોડાવા અને લાભ લેવાની અપીલ કરી છે. આ તમામ ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો માટે શ્રી રામજી મંદિરના વર્તમાન મહંત પ.પૂ. શ્રી મહાવીરદાસજી દ્વારા હાર્દિક આમંત્રણ અપાયું છે.
રવિવાર, તારીખ: ૨૭/૦૪/૨૦૨૫
સાંજે ૪ કલાકે યજ્ઞનો શુભારંભ સાંજે ૬ કલાકે યજ્ઞ વિરામ
સોમવાર, તારીખ: ૨૮/૦૪/૨૦૨૫
સવારે ૦૮:૩૦ કલાકે પ.પૂ. શ્રી રામદાસજી મહારાજના હસ્તે ધર્મ ધ્વજારોહણ તથા યજ્ઞનો શુભારંભ સાંજે ૬ કલાકે યજ્ઞ વિરામ
મંગળવાર, તારીખ: ૨૯/૦૪/૨૦૨૫
સવારે ૮:૩૦ કલાકે યજ્ઞનો શુભારંભ સવારે ૧૦ કલાકે શ્રી રામજી મંદિર, નડીઆદથી વિરાટ નગર યાત્રાનો શુભારંભ આ નગર યાત્રામાં પ.પૂ. શ્રી મહંત શ્રી માધ્વાચાર્યજી મહારાજ (મુંબઈ), પ.પૂ. દીલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિર, અમદાવાદ) સહિત અનેક પ.પૂ. સંતો, મહંતો અને મહામંડલેશ્વરો તથા વિવિધ પ્રદેશો અને સમાજોના આગેવાનો જોડાશે. ભક્તો અને ભજનમંડળીઓના સાથે સનાતન ધર્મપ્રેમીઓનું વિશાળ સંઘ સાથે જોડાશે.
યાત્રા માર્ગ: શ્રી રામજી મંદિરથી – ડુમરાલ બજાર – આશાપુરિ માતા મંદિર – ભાવસાર વાડ – સ્વામિનારાયણ મંદિર – અમદાવાદી બજાર પોલીસ ચોકી – ગરબડદાસ ચોક – ડભાણ ભાગોળ – સરદાર સ્ટેચ્યુ – સંતરામ રોડ થઈ પરત રામજી મંદિર સુધી બપોરે એક વાગ્યા સુધી પહોંચશે. સાંજે ૬ કલાકે યજ્ઞ વિરામ રાત્રે ૮ વાગ્યે સંતરામ મંદિરના મુખ્ય પ્રાંગણમાં ગામ દેવા (વસો)ના યુવાનો દ્વારા સંગીતમય શ્રી હનુમાન જંજીરાનો પાઠ બુધવાર, તારીખ: ૩૦/૦૪/૨૦૨૫ સવારે ૮:૩૦ કલાકે યજ્ઞનો શુભારંભ બપોરે ૧૧:૪૫ થી ૧૨ કલાક વચ્ચે શ્રી ચારભુજાજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સાંજે ૪ કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમની માહિતી શ્રી રામજી મંદિરના સેવક કેતન પટેલ દ્વારા આપવામાં આવી છે.


Good https://t.ly/tndaA
Good https://is.gd/N1ikS2
Good https://is.gd/N1ikS2
Good https://is.gd/N1ikS2
Very good https://is.gd/N1ikS2
Awesome https://is.gd/N1ikS2