કન્ટેનરમાંથી દેશી તમંચો અને કારતુસ સાથે બે ઇસમોની અટકાયત

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના સેવાલિયામાં મહીસાગર જૂની ચેકપોસ્ટ પાસે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કન્ટેનરના ચાલક નરોત્તમદાસ નેકી રામપાલ અને ક્લીનર દયારામ પાલ બંને ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેમની પાસેથી એક દેશી તમંચો, ચાર જીવતા કારતુસ અને બે ફૂટેલા કારતુસ મળી આવ્યા હતા. બંને શખ્સો પરમીટ રજૂ કરી શક્યા ન હતા.
પોલીસે કન્ટેનરની તપાસ કરતા તેમાંથી સરકારી અનાજનો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો આણંદ જિલ્લામાં પહોંચાડવાનો હતો. પોલીસે ઘઉંનો જથ્થો અન્ય વાહન મારફતે આણંદ મોકલી આપ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વાહન, મોબાઇલ ફોન અને રોકડ રકમ મળીને કુલ ૧૫ લાખ ૧૭ હજાર ૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હથિયારનો ઉપયોગ શા માટે કરવામાં આવતો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

7 thoughts on “કન્ટેનરમાંથી દેશી તમંચો અને કારતુસ સાથે બે ઇસમોની અટકાયત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!