ભાટીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ બ્લડ ડોનેશન વાન તથા પ્રા. આ. કે. ભાટીવાડા, ખરોદા અને ચોસાલાના સહયોગ થકી ગ્રામ્ય કક્ષાએ રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જે દરમ્યાન ૨૦ થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું છે.આ રક્તદાન કેમ્પની અંદર તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.ભગીરથ બામણીયા દ્વારા બ્લડ ડોનેટ કરીને કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. જેના કારણે ગામના નવ જુવાન લોકો બ્લડ ડોનેશન કરવા માટે પ્રોત્સાહિત થાય અને બ્લડ ડોનેટ માટે આગળ આવે. જરૂરિયાત મંદ લોકોને એનો લાભ મળે તેવા શુભ હેતુથી બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું.
દાહોદ જીલ્લો અતિ પછાત અને દુર્ગમ વિસ્તાર તરીકે જાણીતો હોવાથી અહીંના લોકો બ્લડ ડોનેશન કરવામાં ખુબ જ અંધશ્રદ્ધા ધરાવતા હોય છે, જેના લીધે આજે ગ્રામ્ય કક્ષાએ કેમ્પ કરીને લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે જાતે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, તબીબી અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું.
અતિ જોખમી સગર્ભા માતાઓ, ગંભીર બિમારી ધરાવતા નવજાત શિશુઓ અને અન્ય જરૂરતમંદને તાત્કાલિક અને સમયસર રકત પુરૂ પાડી શકાય તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા દાહોદના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
૧૮ થી ૬૫ વર્ષની તંદુરસ્ત વ્યક્તિ દર ૯૦ દિવસના અંતરે રક્તદાન કરી શકે છે. આવો, આપણે સહુ સાથે મળીને રક્તદાનની આપ્રવૃત્તિને વેગવંતી બનાવવા પુરતા પ્રયત્નો કરીએ. રક્તદાન કરી આનંદની લાગણી અનુભવીએ.
યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૦ થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી , મ.પ.હે.વ., સી.એચ.ઓ.એ, તલાટી ભાટીવાડા અને ગ્રામ્ય વિસ્તારના ઉત્સાહી રકતદાતાઓની પ્રેરણાદાયી કામગીરી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરોદાના મેડિકલ ઓફિસરશ્રી ડૉ. જિતેન્દ્રકુમાર લબાના અને ડો. નિર્મળકુમાર રાઠોડ દ્વારા અભિનંદન પાઠવવા આવ્યા હતા.
