સંજેલી નાગરમાં પાણી માટે વલખા મારતા નગરજનો નળશે જળ યોજના માત્રને માત્ર નામની જ હોવાનું પુરવાર સાબિત થતું હોય તેમ જણાઈ રહ્યું છે

સંજેલી તા.૩૦
વહેલી સવારથી શરૂઆત પાણીના ઉપયોગથી થતી હોય છે ત્યારે વપરાશ તેમજ રસોઈ ને લગતી કામગીરીમાં પણ પાણી વિના તો કેમ કરી ચલાવી શકાય તારે ગૃહિણીઓમાં તો આ બાબતને લઈને રોષ જોવા મળી રહ્યો છે .

        સંજેલી તાલુકામાં પાણીની સમસ્યા દિવસ ને દિવસે વધતી જતી હોય તેમ જાણવા મળી રહ્યું છે સંજેલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી માટે લોકો ઠેર ઠેર દોડી રહ્યા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે .  ભર ઉનાળે પાણી માટેની સમસ્યા સર્જાતા પાણીની જરૂરિયાત માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સરકાર દ્વારા ઘરે-ઘરે પાણી પહોંચાડવા માટે નળશે જળ ની યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ યોજના સંજેલી તાલુકામાં ક્યાં શરૂ થઈ ? તો ક્યાં પૂરી થઈ ? અને ક્યાં અધૂરી રહી ? તે બાબતે પણ એક વિકટ પ્રશ્ન ઉભો થયો છે જેમાં સંજેલી નગરમાં તો નળશે જળના પાણી ક્યાં પહોંચ્યા તે જ વિચારવા માટે મજબૂર થયા લોકો. નળશે જળની યોજનાની શરૂઆત સરકાર દ્વારા ઘરે ઘરે પાણી પહોંચે અને લોકોને પોતાના ઘર આંગણે જ જીવન જરૂરિયાતની ખાસ એવી પાણીની સમસ્યાનું નિરાકરણ મળી રહે તે બાબતે પ્રયાસ કરવા આવ્યો હતો પરંતુ સંજેલીમાં તો આ નળ સે જળ જળની યોજના શરૂ થઈ કે અધૂરી રહી તે બાબતે પણ વિવિધ પ્રશ્નો સાથે શંકા પણ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. જો નળ સે જળ ના ખરેખર કામ થયા હોય અને નાણાં ચૂકવાયા હોય તો યોગ્ય છે પરંતુ સંજેલી નગર સહિત તાલુકામાં કેટલી એ જગ્યા ઉપર મળશે જળની સંપૂર્ણ કામગીરી તો ક્યાં થઈ હોય તે તપાસ નો વિષય રહ્યો છે . સંજેલી નગરમાં જ હાલમાં કેટલાક વિસ્તારમાં પાણીને લઈને મહિલાઓનો કકળાટ જોવા મળ્યો હતો. સંજેલી નગરજનોને તો વેચાતાં ટેન્કરના પાણી લઈને જ ઘર ગુજરાન ચલાવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે . અને રોજે રોજ 50 100 કે 200 રૂપિયા ખર્ચને જ પોતાના ઘર ગુજરાન માટે પાણી વેચાતું લેવા મજબૂર બન્યા છે નગરજનો તે વાતને પણ કેમ કરી નકારી શકાય. ત્યારે સંજેલીમાં અપાતા પાણી બાબતે પણ કેટલાક પ્રશ્નો ઉદભવ્યા હોય તેમ જણાઈ રહ્યું છે જો ચોક્કસપણે સંજેલી નગરમાં અપાતું પાણી સમયસર અને પૂરતું આપવામાં આવતું હોતું તો કેટલાય વિસ્તારોમાં પાણીની સમસ્યા કેમ કરીને સર્જાતી અને મહિલાઓને પાણીના વલખા મારવા માટે મજબૂર કેમ કરી બનવું પડતુ ? સંજેલી નગરમાં નળશે જલની યોજના ને લઈને આજે પણ જાગૃત દ્વારા અનેક પ્રશ્નો ઊભા રહ્યા હોય તેમ જો નળ સે જળ ની યોજના સરકાર દ્વારા ઘરે ઘરે પાણી પૂરતું પાડવા માટે શરૂ થઈ હોય તો સંજેલી નગર આ યોજનાથી કેમ વંચિત રહ્યું તેવી લોક ચર્ચા  ? નળશે જળની કામગીરી કેટલા અંશે પૂરી થઈ અને એ બાબતેનું લાગતા વળગતાઓને કેટલા નાણાં ચૂકવાઇ ગયા ખરેખર જે નાના ચુકવાયા છે તેટલું સ્થળો ઉપર કામ કરાયું છે કે કેમ ? યોજનાની સમય મર્યાદા હતી તો તે સમય મર્યાદામાં કામો કરવામાં કઈ સમસ્યા ઊભી થઈ હોય તે પણ જાગૃત નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે કે પછી આ યોજનાને લઈને સામાન્ય જનતા માટે સારું વિચારતી સરકારને યોજનાના જવાબદારો દ્વારા અંધારામાં તો નથી રાખવામાં આવ્યા ને તેવી લોકોમાં ચર્ચા એ જોર પકડ્યું હતું . સંજેલી નગરના વિવિધ વિસ્તારોમાં હાલમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આવી સમસ્યા બાબતે વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!