દાહોદ જિલ્લામાં મનરેગાના ૭૧ કરોડના કૌભાંડમાં પકડાયેલા ચાર સરકારી કર્મચારીઓના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જયુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

દાહોદ જિલ્લાના બે તાલુકાના ત્રણ ગામોમાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) અંતર્ગત થયેલા ૭૧ કરોડના કામોમાં વ્યાપક ગેરરીતિ આચરી કરેલા કૌભાંડમાં પકડાયેલા દેવગઢબારિયા તેમજ ધાનપુર મનરેગા શાખામાં ફરજ બજાવતા બે એકાઉન્ટ આસિસ્ટન્ટ તેમજ બે ગ્રામ રોજગાર સેવકના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતા તેઓને પોલીસ જાપ્તામાં ડોકી સબજેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં ખૂબ ગાજેલા અને દાહોદ જિલ્લા સહિત રાજ્યભરમાં ભૂકંપી ખળભળાટ મચાવનાર મનરેગા કૌભાંડમાં અધૂરા કામો કરી, તેને કાગળ પર પૂર્ણ બતાવી તેના બિલો પાસ કરી લીધા તેમજ બીનપાત્રતા ધરાવતી એજન્સીઓનેએ તે દરમિયાન રકમનું ચૂકવણું કરી દેવાયાની સામે આવેલી ગંભીર બેદરકારી સામે ખુદ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ બેસાડી સરકારને ચૂનો લગાડવાના આ ખેલનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં દેવગઢ બારીયાની ૨૮ તેમજ ધાનપુરની ૭ મળી કુલ ૩૫ એજન્સીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે આ જ એજન્સીઓ જે બિનપાત્રતા ધરાવતી હતી. તેના પ્રોપાઈટર કોણ છે? તે અંગેના ખુલાસા ગુનો દાખલ થયાના ચાર પાંચ દિવસ બાદ પણ પોલીસ કે જિલ્લા પંચાયત પાસે પણ આશ્ચર્યજનક રીતે ઉપલબ્ધ નથી. જેના કારણે તે તમામની કામગીરી સામે અનેક સવાલીયા નિશાન ખડા થઈ રહ્યા છે. અને તે વિષયમાં તરેહ તરેહની ચર્ચાઓએ સમગ્ર જિલ્લા પંથકમાં તેમજ રાજકીય ગલીયારા ઓમાં ભારે વેગ પકડ્યો છે. ત્યારે બીનપાત્રતા ધરાવતી આ એજન્સીઓ મંત્રી પુત્ર કે ભાજપના નજીકના વ્યક્તિઓની હોવાનું ચોરે ને ચૌટે ખુલ્લે ખુલ્લું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પ્રોપાઇટરોના નામ જાહેર ન થવા પાછળ કોઈ રાજકીય પરિબળો તો કામ નથી કરી રહ્યા ને તેવી શંકા કુશંકા વચ્ચે પોલીસે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને સંડોવાયેલા મોટા માથા સુધી પહોંચવાની કવાયત જારી રાખી છે.

Very good https://is.gd/N1ikS2
Awesome https://is.gd/N1ikS2
Good https://is.gd/N1ikS2
Very good https://is.gd/N1ikS2
Good https://is.gd/N1ikS2