ગ્રામ પંચાયતોમાં સામાન્ય પેટા ચૂંટણી યોજાનાર હોઈ જે – તે ગામના મતદારો/ઉમેદવારોએ પોતાના નામ મતદારયાદીમાં ચકાસી લેવા

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ દાહોદ, ગરબાડા, ઝાલોદ, ફતેપુરા, સંજેલી, લીમખેડા, ધાનપુર, સીંગવડ અને દેવગઢ બારીઆ તાલુકામાં તાઃ૧/૪/૨૦૨૨ થી તાઃ ૩૦/૬/૨૦૨૫ સુધીમાં મુદત પુરી થતી/ થયેલી ગ્રામ પંચાયતો, તાઃ ૨૧/૨/૨૦૨૫ સુધી વિભાજનથી નવિન અસ્તિત્વમાં આવેલ ગ્રામ પંચાયતોની સને-૨૦૧૧ ની વસ્તી ગણતરીના આંકડાના આધારે થયેલ વોર્ડ સીમાંકન મુજબ તથા તાઃ ૨૧/૨/૨૦૨૫ સુધી વિસર્જન થયેલ હોય તેવી મધ્યસત્ર ચૂંટણીની ગ્રામ પંચાયતો અને તાઃ ૨૧/૨/૨૦૨૫ સુધી પ્રસંગોપાત ખાલી પડેલ વોર્ડ/વોર્ડો/ સરપંચ સહિતની ગ્રામ પંચાયતની તાઃ ૦૧/૦૧/૨૦૨૫ ની સ્થિતિની ગ્રામ પંચાયતો અને તેના વોર્ડ વાઈઝ તૈયાર કરવામાં આવેલ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ આજરોજ કરવામાં આવેલ છે.

જે ગ્રામ પંચાયતોમાં સામાન્ય પેટા ચૂંટણી યોજાનાર છે. તે ગામના મતદારો/ઉમેદવારોને પોતાના નામ મતદારયાદીમાં ચકાસણી કરી લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!