દાહોદમાં મહિલા ઔધોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો ૨૪એપ્રિલથી ૩૦ જુન ૨૦૨૫ સુધી અરજી કરી શકશે

મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદના આચાર્યશ્રી અખબાર યાદીમાં જણાવે છે કે પ્રવેશસત્ર-૨૦૨૫માં માહિલા ઔધોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે ચાલતા ટ્રેડ જેવા કે ફીટર, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, સુઈગ ટેકનોલોજી (શિવણ), કોસ્મેટોલોજી (બ્યુટીપાર્લર), કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (કોપા), ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર(ડીટીપીઓ), માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ ર૪/૪/૨૦૨૫થી તા.૩૦/૬/૨૦૨૫ સુધી ચાલુ રહેશે. ફોર્મ ભરવા માટે http//itiadmission.gujarat.gov.inની વેબસાઈટ પર જઈને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા, ઝાલોદ રોડ, દાહોદનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.
