દાહોદના ભાઠીવાડા ગામનો બનાવ : હથિયાર પરવાનો ન ધરાવતાં ઈસમે હથિયાર સાથે ફોટા પડાવતાં પોલીસમાં આર્મ એક્ટનો ગુનો દાખલ
દાહોદ તા.૦૩
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે એક વ્યક્તિએ પોતાનું પાકરક્ષક પરવાના વાળુ હથિયાર પોતાના એક સંબંધિને આપી જે સંબંધિની પાસે આ હથિયાર રાખવાનો કોઈ પરવાનો ન હોઈ અને માનવજીવ જાેખમાય તે પ્રમાણે હથિયાર હાથમાં લઈ ફોટા પડાવતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંતાં પોલીસે બંન્નેના ધરપકડના ચક્રોગતિમાન કર્યાનું જાણવા મળે છે.
દાહોદના ભાઠીવાડા ગામે ઝેર ફળિયામાં રહેતાં ૪૭ વર્ષિય દીનેશભાઈ ફતાભાઈ મેડાએ પોતાનું પાકરક્ષણ પરવાના વાળુ હથિયાર, પરવાનો ધરાવતો ન હોય તેવા વ્યક્તિને આપી ન શકાય તે જાણવા છતાંય પોતાનું પાકરક્ષણવાળુ હથિયાર પોતાના સંબંધિ રાહુલ બાબુભાઈ મેડાને આપી રાહુલભાઈ મેડાએ પોતે કોઈપણ પ્રકારની હથિયાર પરવાનો ધરાવતો ન હોઈ અને હથિયાર બાબતે કોઈ તાલીમ વગર ભયજનક રીતે તેમજ બેદરકારીપુર્વક માનવજીવન ઉપર જાેખમ સર્જે તે રીતે પોતાના કબજામાં રાખી પોતાના હાથમાં હથીયાર રાખી ફોટા પડાવતાં આ અંગેની જાણ દાહોદ તાલુકા પોલીસને થતાં દાહોદ તાલુકા પોલીસ દ્વારા ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓ વિરૂધ્ધ આર્મ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

