ફોર વ્હીલર ગાડીના ચાલક સમેત ત્રણ વિરૂધ્ધ ગુનો દાખલ : સંજેલીના અણીકા ગામે ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૨.૫૧ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના અણીકા ગામે પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૨,૫૧,૭૩૬ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૭,૫૬,૭૩૬ના મુદ્દામાલ સાથે ફોર વ્હીલર ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ગત તા.૦૧ એપ્રિલના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે સંજેલીના અણીકા ગામ તરફ જતાં રસ્તા પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ફોર વ્હીલર ગાડીના ચાલક રાકેશભાઈ ધુળાભાઈ બામણીયા (રહે.માંડલી, તા.સંજેલી, જિ.દાહોદ)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે રાકેશભાઈના કબજાની ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.૪૭ જેમાં બોટલો નંગ,૧૮૪૮ કિંમત રૂા.૨,૫૧,૭૩૬ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૭,૫૬,૭૩૬નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ ફોર વ્હીલર ગાડીના ચાલક રાકેશભાઈ બામણીયાની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો મુકુંદભાઈ ઉર્ફે ભયલુ ભરતભાઈ બારીયા (રહે.ઝાલોદ, તા.ઝાલોદ, જિ.દાહોદ) અને જશવંતભાઈ સવસીંગભાઈ વસૈયા (રહે.દેવજીની સરસવાણી, તા.ઝાલોદ, જિ.દાહોદ) ઓ એકબીજાના મેળાપીપણામાં હેરાફેરી કરતાં હોવાની કબુલાત કરતાં આ સંબંધે સંજેલી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

