દાહોદના જંગલોની કહાની બુજુર્ગોની જુબાની : રેલવે પેન્શનર્સના 69 સભ્યોએ માણી પ્રકૃતિની સફર, રતનમહાલના નળદા કેમ્પસાઈટ ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો : દાહોદમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે રતનમહાલના નળદા કેમ્પસાઈટ ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો : રેલવે પેન્શનર એસોસિયેશનના 69 સભ્યો માટે “દાહોદના જંગલોની કહાની

દાહોદ તા.૦૪

બુજુર્ગોની જુબાની” શીર્ષક હેઠળ પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન થયું. સંસ્કાર એડવેન્ચર અને વન વિભાગના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગોધરા રોડના કાઉન્સિલર બીજલભાઈ ભરવાડે બસની સુવિધા પૂરી પાડી હતી.

વેસ્ટર્ન રેલવે ફ્રીલેન્ડ ગંજ કોલોનીના રેલવે પેન્શનરોએ રતનમહાલની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ માણ્યો. સિનિયર સિટીઝન્સે પોતાના અનુભવો વહેંચ્યા. તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં દાહોદ અને આસપાસના વિસ્તારોમાં ગીચ જંગલો હતા. વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની અવરજવર સામાન્ય હતી. રેલવે વર્કશોપથી ઘરે જતી વખતે જંગલને કારણે ડરનો અનુભવ થતો હતો.

એક નોંધપાત્ર બાબત એ સામે આવી કે રેલવે કોલોનીમાં આખું જીવન વિતાવનાર 90%સભ્યોએ અગાઉ રતનમહાલની મુલાકાત લીધી નહોતી. શિબિર દરમિયાન વિકાસના નામે થતા જંગલોના નાશ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. વૃક્ષારોપણ દ્વારા જંગલોના પુનર્જીવનની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સહભાગીઓએ આયોજકોનો આભાર માન્યો. આ શિબિરે બુજુર્ગોના અનુભવોની આપ-લે અને પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!