દાહોદના યુવકને કુરિયર એજન્સીની લાલચ આપી મુંબઈની મહિલા સહિત ત્રણે 2.68 લાખ પડાવ્યા : યુવકે મહિલા સહિત ત્રણ સામે દાહોદ એ ડિવિઝનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી
દાહોદ તા.૦૭
દાહોદના યુવકને કુરીયર એજ્મીની લાલચ આપી મુંબઇના મહિલા સહિત ત્રણે 2.68 લાખ રૂપિયા ટુકડે ટુકડે પડાવ્યા હતા. કુરીયર એજન્સી શરૂ નહી કરાવી આપી રૂપિયા પણ પરત ન કરી ફોન બંધ કર્યા. યુવકે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી. દાહોદના જુના વણકરવાસમાં રહેતા 25 વર્ષિય યુવક અરબાજ બીલાલભાઈ ઝાલરા એકાદ વર્ષ અગાઉ સોશિયલ મિડીયામાં એક કુરીયર એજન્સીની પોસ્ટ જોઈ હતી. ત્યારે પોસ્ટ જોઈ કુરીયર એજન્સી લેવાની ઇચ્છા થઈ હતી. જેથી અરબાજે સોશિયલ મીડીયા દ્વારા જ કુરીયર એજન્સી લેવાની ઇચ્છા ધરાવતો મેસેજ કર્યો હતો. ત્યારે સામેથી હમીદ શેખ, કૈફ શેખ તથા અનીતા સીવાલ ત્રણે રહે. મુંબઈ મલાડનાએ અરબાજ ઝાલરીનો ફોન દ્વારા સંપર્ક કર્યો હતો. ત્રણે જણાએ MFIN SERVI CH PVt.Ltd નામનું કુરીયર દ્વારા દાહોદ ખાતે ચાલુ કરી આપવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ યુવકને વિશ્વાસમાં લઈ ત્રણે જણાએ ભેગા મળી અવાર નવાર છુટક-છૂટક 2,68,000 રૂપિયા મોબાઈલથી તેઓના એકાઉન્ટમાં નખાવ્યા હતા. લાંબો સમય થવા છતા ત્રણે કુરીયર ચાલુ નહી કરાવી આપતાં યુવકને પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનો અહેસાસ થયો હતો. ત્યારે યુવકે આપેલા રૂપિયા પરત માંગતા રૂપિયા પરત પણ નહી આપ્યા તેમજ ત્રણે પોતાના ફોન પણ કરી દીધા હતા. જેથી યુવકે ત્રણે વિરૂદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

