સગીરા ગર્ભવતી બનતા દુષ્કર્મનો મામલો સામે આવ્યો : દાહોદમાં લગ્ન કરવાની લાલચ આપી 17 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા યુવક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ

દાહોદ તા.૦૭

દાહોદ શહેરમાં એક 17 વર્ષિય સગીરાને એક યુવકે પટાવી ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી મોટરસાયકલ પર બેસાડી અપહરણ કરી લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતાં સગીરાને ગર્ભવતી બનાવી દેતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

ઝાલોદના મીરાખેડી ગામે રહેતો ભુરસીંગ ઉર્ફે આર્યન ભાભોરે દાહોદ તાલુકામાં રહેતી એક 17 વર્ષીય સગીરાને ગત તારીખ ૦૧.૧૧.૨૦૨૪થી તારીખ ૩૧.૧૨.૨૦૨૪ના સમયગાળા દરમ્યાન સગીરાને પટાવી ફોસલાવી, લગ્ન કરવાનું કહી ૧૭ વર્ષીય સગીરાનું અપહરણ કરી મોટસાયકલ ઉપર બેસાડી ભુરસીંગ ઉર્ફે આર્યન સગીરાને લઈ દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવ્યો હતો અને સગીર અને ધાક ધમકીઓ આપી બે વખત સગીરાની મરજી વિરૂદ્ધ ૨ વખત દુષ્કર્મ આચર્યુ હતું ત્યારે ત્યારબાદ સગીરાને ગર્ભ રહી રહી ગયો હતો અને આ મામલાની જાણ સગીરાએ પોતાના પરિવારજનોને કરતા પરિવારજનો ના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે તારીખ 6 મેના રોજ સગીરાને લઇ પરિવારજનો દાહોદ શહેર પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ભુરસીંગ ઉર્ફે આર્યન ભાભોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!