દેવગઢ બારીયાના સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ : બે મોટરસાયકલો સામસામે ધડાકાભેર અથડાતા એકનું મોત : ત્રણ સારવાર હેઠળ

દાહોદ તા.૦૭

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં બે મોટર સાયકલ સામસામે ધડાકાભેર અથડાતા બંને મોટરસાયકલો ઉપર સવાર ચાર પૈકી એકનું મોતનું નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

ગત તારીખ 6 મે ના રોજ દેવગઢ બારીયા ના કુવા ગામે રહેતા નરેશભાઈ બળવંતભાઈ રાઠવા પોતાના કબજાની મોટરસાયકલ લઇ દેવગઢ બારીયા તાલુકામાંથી પૂર ઝડપે અને ગફરત ભરીરીતે હલકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે સામેથી આવતી અન્ય એક મોટરસાયકલને જોશ ભેટ ટક્કર મારતા પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં મૂળાની કાપડી (ગજાપુર) વિસ્તારમાં રહેતા ગુલાબભાઈ બળવંતસિંહ બારીઆની મોટરસાયકલને ટક્કર મારતા બંને મોટરસાયકલ ઉપર સવાર ગુલાબભાઈ, રંગીતભાઈ છત્રસિંહ બારીઆ, ભાવેશભાઈ મુકેશભાઈ બારીઆ અને નરેશભાઈ એમ ચારેય વ્યક્તિઓ મોટરસાયકલ પરથી ફંગોળાઈ જમીન પર ફટકાયા હતા જેને પગલે તમામને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઉપરોક્ત ચારેય વ્યક્તિઓને નજીકના દવાખાને 108 ઈમરજન્સી સેવા મારફતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગંભીર ઈજાઓને પગલે ગુલાબભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ સંબંધે બળવંતસિંહ કાળુભાઈ બારીઆએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!