દાહોદ જીલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાની નવીન પહેલ

13,529 કુપોષિત બાળકોનું સ્ક્રીનીંગ કરી કુપોષણ મુક્ત કરવા આરોગ્ય અને ICDS વિભાગને આહ્વાન
જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના આરોગ્ય અને ICDS શાખા હસ્તક ફરજ બજાવતા કર્મચારીઓ જેવા કે RBSK ડૉ, CDPO અને મુખ્ય સેવીકા icds, DISMU સ્ટાફ, બરોડા ઝોન કક્ષાના ન્યૂટ્રિશન કલ્શન્ટન્ટન દ્વારા જીવનમાં પોષણનું શું મહત્વ હોય છે, તે સમજાવવામાં આવ્યું હતું.
આ સાથે આવનાર સમયમાં તમામ બાળકોનું કુપોષણ બાબતે સમયસર જરૂરિયાત મુજબનું સ્ક્રીનીંગ અને કાઉન્સેલિંગ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓને તેના લાભ અને તેનું મહત્વ બધાને સમજાવવા સૂચન કરવામાં આવ્યું હતું. વધુમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, આપણે સૌએ એક ટીમ બનીને કાર્ય કરવાનું છે અને બાળકનું ઉજ્વળ ભવિષ્ય બનાવવા માટેનું અગત્યનું કાર્ય કરવાનું છે.
આ કાર્યક્રમમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી, અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી , તાલુકા હેલ્થ ઓફિસરશ્રી , જીલ્લા પ્રોગ્રામ ઓફિસર icds વિભાગ ,RBSK ડૉ ,CDPO, મુખ્ય સેવીકા, Nnm Dist Co. ordinator અને જીલ્લાના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.
