દાહોદ એલસીબી પોલીસે ઝાલોદના ચાકલીયા ગામ તરફથી રૂપિયા 30 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ટેન્ક કબજે કર્યું : કુલ રૂપિયા 50 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત

દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા પો.સ્ટે.વિસ્તારમાંથી દાહોદ એલ. સી. બી. પોલીસે આઇસર ટેન્કમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરનો રૂપિયા ૩૦,૫૭,૨૪૦/- ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા ૫૦,૬૨,૨૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીની અસામાજીક પ્રવૃતીઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા સારુ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયમાથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી/પરીવહન કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેઈડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સારુ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસ મથકના પો.ઈન્સ. એસ.એમ.ગામેતી તથા તેમની ટીમ ચાકલીયા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં નિકળેલ તે દરમ્યાન એક આઈસર કંપનીના વેકયુમ ટેન્ક નં.GJ02 AT7031 માં ઇંગ્લીશ દારૂ ભરી મધ્યપ્રદેશ બાલવાસા બાજુથી નિકળી ચાકલીયા, લીમડી, લીમખેડા ગોધરા થઇ વડોદરા તરફ જતા હતા. જે ટેન્કને પોલીસે ઊભી રાખી ટેન્કની અંદર તપાસ કરતા ટેન્કમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ પેટીઓ નંગ.૪૨૨માં કુલ બોટલો નંગ.૧૭૩૧૬ ની કિ.રૂ.૩૦,૫૭, ૨૪૦/- ના પ્રોહી જથ્થો તથા ઇંગ્લીશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટેન્ક નં.GJ02AT7031 ની કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- મળી પોલીસે કુલ રૂપિયા ૫૦,૧૨,૨૪૦/- નો મુદામાલ કબ્જે કરી ગાડીના ચાલક જૈસારામ કરનારામ રતનારામ મેગવાલ (રહે.ભાટાલા પો.સડા તા.સીંણઘરી જી.બાલોતરા, રાજસ્થાન) ની પોલીસે અટકાયત કરી આ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે પ્રોહિબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

