ઝાલોદના હિન્દોલીયા ગામે આઠ જેટલા ઈસમોએ એકને માર મારતાં પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના હિન્દોલીયા ગામે આઠ જેટલા ઈસમોએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે એકને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆના રામા ગામે પટેલ ફળિયામાં રહેતાં દલપતભાઈ મોહનભાઈ પટેલ ગત તા.૮મી મેના રોજ પોતાની છોકરીને શોધવા માટે દેવગઢ બારીઆના હિન્દોલીયા ગામ તરફથી પરત પાછા પોતાના ઘરે આવી રહ્યાં હતાં તે સમયે રસ્તામાં દેવગઢ બારીઆના હિન્દોલીયા ગામે રહેતાં જશવંતભાઈ રયલાભાઈ પટેલ તથા તેની સાથે બીજા સાતેક જેટલા ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કીકીયારીઓ કરી દલતભાઈને રસ્તામાં રોકી દલતપભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં આ સંબંધે ઈજાગ્રસ્ત દલતપભાઈ મોહનભાઈ પટેલે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

