ઝાલોદ નગરમાં ફોરવ્હીલર ગાડીના ચાલકે પેસેન્જર ભરેલ ઓટો રિક્ષાને અડફેટમાં લેતા મહિલા સહિત ચાર પેસેન્જરને ઇજા
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં એક ફોર વ્હીલર ગાડીના ચાલકે એક પેસેન્જર ભરેલ ઓટો રીક્ષાને અડફેટમાં લેતાં રીક્ષામાં સવાર મહિલા સહિત ચાર પેસેન્જરોને શરીરે ઈજાઓ પહોંચતાં તમામને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે. ત્યારે ઘટનાને અંજામ આપી ફોર વ્હીલર ગાડીનો ચાલક ગાડી સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે. ગત તા.૧૧મી મેના રોજ ઝાલોદ નગરમાં જીઈબી ઓફિસની નજીકથી પસાર થતાં રસ્તા પર એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી એક પેસેન્જર ભરેલ ઓટો રીક્ષાને આ ફોર વ્હીલર ગાડીના ચાલકે અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ઓટો રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી જેને પગલે ઓટો રીક્ષામાં સવાર પેસેન્જરો જાલાભાઈ, અનુડીબેન, મધીબેન અને નિતીનભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. આ માર્ગ અકસ્માતને અંજામ આપનાર ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો. ત્યારે ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે.
આ સંબંધે મીતેશભાઈ વાલસીંગભાઈ ચારેલે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

