મહેમદાવાદના સણસોલી ગામની સીમમાંથી 3 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ

નડીયાદ એલ.સી.બી. પોલીસ દ્વારા પ્રોહી ડ્રાઇવ અંતર્ગત મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. મહેમદાવાદ પો.સ્ટે હદના સણસોલી ગામની સીમમાં આવેલ ફાર્મહાઉસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૩ લાખ ૦૨ હજાર ૫૬૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તથા બે શંકાસ્પદ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.
એલસીબી પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન નૈનપુર ચોકડી નજીક બાતમી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સણસોલી ગામની સીમમાં આવેલ મુસ્તુફા મલેકના ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી બે શખ્સ – ગોવિંદભાઇ ડાહ્યાભાઇ ડાભી અને અમીતકુમાર ભીખાભાઇ પટેલ – ઝડપાયા હતા. ફાર્મહાઉસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૮૭૬ બોટલ, ક્વાર્ટર અને બિયર ટીન મળી આવ્યા હતા, જેમાં જુદા-જુદા બ્રાન્ડનો દારૂ હતો. સાથે જ બે મોબાઇલ ફોન પણ કબજે લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસ અંગે મહેમાવદાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.


Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.