પ્રોહીબીશનના આરોપીને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી જિલ્લા જેલ જામનગર ખાતે ધકેલી દીધો
દાહોદ તા.૧૫
પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ પ્રોહી બુટલેગરને દાહોદ એલસીબી પોલીસે પાસા ધારા હેઠળ અટકાયત કરી જિલ્લા જેલ જામનગર ખાતે મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા, પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા દાહોદ જિલ્લાની તમામ પોલીસને આપવામાં આવેલ માર્ગદર્શન અને સુચનાને આધારે દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાની તેમજ હેરાફેરી કરી પ્રોહીના ગુનામાં સંડોવાયેલ ઈસમો તેમજ લીસ્ટેડ બુટલેગરોની પોલીસે આયોજનબધ્ધ યાજી તૈયાર કરી તેમજ ઘણા લાંબા સમયથી પાસા વોરંટ ફરારી આરોપીઓની માહિતી એકત્રિત કરતાં જેમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ પ્રોહી બુટેલગર વિનોદભાઈ પારસિંગભાઈ રાઠવા (રહે.પાચીયાસાળ, પટેલ ફળિયા, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ)ની પોલીસે અટકાયત કરી દાહોદ જિલ્લા કલેક્ટરનાઓએ પાસા વોરંટ ઈશ્યુ કરતાં આ ઝડપાયેલ આરોપીને જિલ્લા જેલ જામનગર ખાતે મોકલી આપી દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

