પાંચ વર્ષ પહેલા નજીવી બાબતે થયેલા ઝઘડા તકરારમાં દાહોદમાં કાકાએ ભત્રીજાને મોતને ઘાટ ઉતાર્યાના પ્રકરણમાં આરોપી કાકાને આજીવન કેદની સજા ફટકારતી દાહોદની નામદાર કોર્ટ

દાહોદ તા.૧૫

દાહોદ શહેરમાં આજથી પાંચ વર્ષ પહેલા સીડી ચડ ઉતર કરવા તથા કચરો ફેંકવા બાબતમાં થયેલ ઝઘડા તકરારમાં આવેશમાં આવેલ કાકાએ પોતાના ભત્રીજાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાના બનામાં આ કેસ દાહોદની નામદાર કોર્ટમાં ચાલી જતાં ફરીયાદીના વકીલ દ્વારા નામદાર કોર્ટમાં પુરાવાઓ અને ધારદાર દલીલોને કરતાં નામદાર કોર્ટ દ્વારા આરોપી કાકાને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કરતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.

આજથી પાંચેક વર્ષ અગાઉ તારીખ ૦૩/૧૨/૨૦૨૦ ના રોજ આરોપી શાહનવાજ મોહમ્મદ મનસુરી રહેવાસી સૈફી મહોલ્લા, ભોઈવાડા દાહોદનાઓએ તેમની ભાભી ફરજાનાબેન ઈમરાનભાઈ મન્સુરીનાઓ સાથે સીડી ચડ ઉતર કરવા તથા કચરો ફેંકવા સંબંધી નજીવી બાબતમાં રાત્રિના ૧૧.૦૦ વાગ્યાના અરસામાં તેમની ભાભી ફરજાનાબેન તથા તેમના ભત્રીજાઓ શાહનવાબઅલી, મોહમ્મદ નોમાન તથા હુનેદ એ રીતના સીડી ચડી ઘરે જતા હતા તે દરમિયાન શાહનવાજે સીડી ચડ ઉતર કરવા તથા કચરો ફેંકવા બાબને ઝઘડો તકરાર કરી બોલાચાલી કરી હતી. શાહનવાજ તેના ઘરના રસોડામાંથી ચપ્પુ લઈ આવી ઈજા પામનાર ફરજાનાબેનને મારી નાખવાના ઇરાદે શરીર ઉપર ઉપરાછાપરી ઘા કરી ગંભીર ઇજાઓ કરતા ફરજાનાબેનનો ૧૮ વર્ષિય છોકરો શાહનવાબ સાથે હોય તેઓ બચાવવા વચ્ચે પડતા શાહનવાજે તેના ભત્રીજા શાહનવાબઅલીને પણ છાતીના ભાગે ચપ્પુના ઘા મારી મોત નિપજાવી આરોપી શાહનવાજ નાશી ગયો હતો તે બાબતે ઇજા પામનાર ફરજાના બેનના પતિ ઈમરાન મોહમ્મદ મનસુરીના એ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ એચ.પી.કરેણનાઓ રૂબરૂ ફરિયાદ આપેલી જેની પ્રાથમિક તપાસ કરેલી અને જેની વધુ તપાસ વી.પી.પટેલનાઓએ કરી ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજુ કરી હતી. સદર કેસ ત્રીજા એડિશનલ સેસન્સ જજ,દાહોદની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે ફરિયાદી, ઈજા પામનાર ફરજાનાબેન તથા નજરે જાેનાર બાળ સાહેદોની જુબાની તેમજ ડોક્ટરઓનો પુરાવો તથા તપાસ કરનાર અમલદારના પુરાવા ધ્યાને લઈ તેમજ ફરિયાદીના વકીલ હનીફ મન્સૂરીની લેખિત દલીલ તથા મદદનીશ સરકારી વકીલ જે.આર.લાલપુરવાલા ની ધારદાર દલીલ ધ્યાને લઈ આરોપી શાહનવાજ મહમદ મન્સુરીનાને ઈ.પી.કો.કલમ ૩૦૨,૩૦૭ના ગુનામાં તકસીરવાન ઠેરવી ઈ.પી.કો.કલમ ૩૦૨ ના ગુનામાં આજીવન કેદની સજા તથા રૂ.૧૦૦૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો છ માસની સાદી કેદની સજા તથા ઈ.પી.કો કલમ-૩૦૭ ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૧૦૦૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો છ માસથી સાદી કેદની સજા ફરમાવતો હુકમ દાહોદની નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!