દાહોદ ઘટક ૩માં કાર્યકરોને C-MAM અંતર્ગત રીફ્રેશર તાલીમ આપવામાં આવી : પોષણ સંગમ અંતર્ગત અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન માટે નો કાર્યક્રમ યોજાયો
દાહોદ તા.૨૬
બાળપણનું કુપોષણ ભારતમાં એક મહત્વપૂર્ણ જાહેર સ્વાસ્થ્ય અને વિકાસલક્ષી પડકાર છે. કુપોષિત બાળકોની રોગપ્રતિકારક શક્તિ નોંધપાત્ર રીતે ઓછી અને મૃત્યુદર વધારે હોય છે. મૃત્યુ અને રોગનું જોખમ વધુ હોવા ઉપરાંત, કુપોષણ બાળકોની વૃદ્ધિમાં મંદતા તેમજ માનસિક અને જ્ઞાનાત્મક વિકાસને નબળો પાડે છે. અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકોને તંદુરસ્ત બાળકોની તુલનામાં મૃત્યુનું જોખમ નવ ગણું વધારે હોય છે.
ગુજરાતમાં, આર્થિક વૃદ્ધિ હોવા છતાં, બાળકોમાં અતિ ગંભીર કુપોષણ (SAM)નું પ્રમાણ ઊંચું જોવા મળી રડયું છે. નેરાનલ ફેમિલી ડેલ્થ સર્વે-૫ (૨૦૧૯-૨૧) અનુસાર રાજ્યમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોમાંથી ૧૦.૬ ટકા બાળકો અતિ ગંભીર કુપોષિત (SAM)ની શ્રેણીમાં આવે છે. સમયસર ઓળખ, યોગ્ય પોષણ અને યોગ્ય સારવાર દ્વારા અતિ ગંભીર કુપોષિત બાળકોના થતા ઘણા મૃત્યુને રોકી શકાય છે. અતિગંભીર કુપોષિત બાળકોની સમયસર ઓળખ અને યોગ્ય કાળજી તેમજ સારવારથી ૮પ-૯૦ ટકા બાળકોને સમુદાય સ્તરે યોગ્ય સારવાર, કાળજી અને પોષણ દ્વારા તંદુરસ્ત બનાવી શકાય છે.
અતિ ગંભીર કુપોષિત બાળકોની સારવાર માટે નેશનલ હેલ્થ મિશન અને રાજ્ય સરકાર દ્વારા સુવિધા સ્તરે કાર્યરસ્ત સી.એમ.ટી.સી. અને એન આર.સી. માટે સ્પષ્ટ માર્ગદર્શિકા ઉપ્લબ્ધ છે. પરંતુ અતિ ગંભીર કુપોષિત બાળકોની સમુદાય સ્તરે સારવાર માટેની સ્પષ્ટ માર્ગદર્શિકાની જરૂરિયાત હતી. આ જરૂરિયાતના સંદર્ભે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અતિગંભીર કુપોષિત બાળકોની સમુદાય સ્તરે સારવાર માટે પ્રોટોકોલ તૈયાર કરવામાં આવી છે. આ પ્રોટોકોલ અનુસાર ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય, પરિવાર કલ્યાણ વિભાગ અને યુનિસેફ, ગુજરાત દ્વારા માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકા અતિ ગંભીર કુપોષિત બાળકોને સમુદાય સ્તરે સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર તેમજ સભાળ માટેનાં સર્વાગ્રડી અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ૫ વર્ષ સુધીના અતિ ગંભીર કુપોષિત બાળકો (SAM)ની સમુદાય સ્તરે સારવાર માટેની માર્ગદર્શિકાએ રાજ્ય સરકારનાં તમામ પ્રકારના કુપોષણની સમયસર ઓળખ અને યોગ્ય સારવાર માટેના ઉદેશનો જ એક ભાગ છે. સમુદાય આધારિત અતિ ગંભીર કુપોષિત બાળકો (SAM)ની સારવાર માર્ગદર્શિકાનાં ચાર ઘટકો છે, જેમાં કોમ્યુનિટી આઉટરીચ, ૦-૬ માસનાં બાળકોમાં અર્લી ગ્રોથ ફોલ્ટરીંગની ઓળખ તેમજ સારવાર, તબીબી જટિલતા ન ધરાવતા અતિ ગંભીર કુપોષિત બાળકોની યોગ્ય કાળજી, સારવાર અને તબીબી જટિલતા ધરાવતા બાળકોના રેફરલનો સમાવેશ થાય છે.
આ માર્ગદર્શિકામાં અતિ ગંભીર કુપોષિત બાળકો (SAM)ની સમુદાય સ્તરે સારવાર ઉપરાંત મધ્યમ ગંભીર કુપોષિત (MAM) બાળકોની સમયસર ઓળખ કાઉન્સીલીંગ અને સારવારનો પણ સમાવેરા થાય છે. અતિ ગંભીર કુપોષિત બાળકો (SAM)ની સમુદાય સ્તરે સારવાર માટેની આ માર્ગદર્શિકા કુલ ૧૦ પગલામાં વહેંચાયેલી છે. સી-પ્રેમ કાર્યક્રમની સફળતા માટે દરેક તબક્કાનું યોગ્ય અમલીકરણ ખૂબ જ જરૂરી છે. આ માર્ગદર્શિકા સમુદાય કક્ષાએ કાર્ય કરતા રાજ્યનાં તમામ આંગણવાડી કાર્યકર, આશા અને એ.એન એમ (AAA)ને કાર્યક્રમના સુચારુ અમલીકરણ માટે મદદરૂપ થરો. આ ઉપરાંત રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્ય કરતા અધિકારીઓને કાર્યક્રમનાં યોગ્ય મોનિટરીંગ અને સપોર્ટીવ સુપારવિઝન માટે પણ ઉપયોગી થરો.

