દાહોદમાં આજે ૧૮ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા

અનવરખાન પઠાણ/ધ્રુવ ગોસ્વામી

દાહોદ તા.૧૪

આજરોજ રેપીટ ટેસ્ટ મળી કુલ નવા ૧૮ કેસ સામે આવ્યા છે.આમ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવનો આંકડો ૮૪૮ પર પહોંચવા પામ્યો છે જોકે ૨૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા હવે હવે એક્ટીવ કેસ ૧૯૪ પર પહોંચ્યો છે. આજે વધુ બે દર્દીઓના મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આજના કોરોના પોઝીટીવ કેસો પૈકી (૧)રીતેશભાઈ મનોહર લાલ સોની (રહે.ગરબાડા) ઉં.વર્ષ.૪૦, (૨)સુરેખાબેન દિનેશભાઈ પારગી (આદિવાસી સોસાયટી,લીમડી)ઉં.વર્ષ ૪૫,(૩) દિનેશભાઈ સોમાભાઈ પારગી (રહે.આદિવાસી સોસાયટી, લીમડી) ઉં.વર્ષ. ૫૫,(૪)પ્રકાશચંદ્ર ઝવેરીલાલ શાહ(૫) મધુકાંતબેન રજનીકાંત શાહ(રહે.દેસાઈવાડ) ઉં.વર્ષ ૮૨,(૬) જશવંતભાઈ અમૃતલાલ પંચાલ (રહે.વિશ્વકર્મા સોસાયટી)ઉં.વર્ષ ૬૦,(૭)ડામોર મહેશકુમાર રકમભાઈ (રહે.ડામોર ફળિયું)ઉં.વર્ષ૧૯, (૮)બારીયા શર્મિષ્ઠાબેન કમલેશભાઈ, (રહે.બારીયા ફળીયુ) ઉ.વર્ષ.૩૦,(૯)સંગાડા ભાવિનભાઈ રામજીભાઈ (રહે.ઉકરડી રોડ)ઉ.વર્ષ.૩૨ જ્યારે રેપિડ ટેસ્ટમાં (૧) શિલ્પાબેન એમ.દેસાઈ રહે.દેસાઈવાડ છેલ્લું ફળિયું ઉ વર્ષ.૫૮, (૨) મહેન્દ્રભાઇ નાથાલાલ મોઢીયા રહે.દોલતગંજ બજાર ઉ.વર્ષ ૬૧,(૩) શાંતાબેન દશરથભાઈ બારીયા રહે.ગૌશાળા દાહોદ ઉ.વર્ષ.૬૧, (૪)ખિલાન મુકેશભાઈ પંચાલ દોલતગંજ બજાર ઉ.વર્ષ ૩૦,(૫)ફાતિયાં મનન માવી રહે.વણભોરી દાહોદ,ઉ.વર્ષ.૨૮,(૬)અમૃતબાઇ માંગીલાલ પ્રજાપતિ,ઉ.વર્ષ ૩૨,(૭)જયશ્રીબેન અમૃતભાઈ રહે. કુભાર ફળીયુ (સંજેલી)ઉ.વર્ષ.૨૬(૮)મમતાબેન શાંતિભાઈ લબાના રહે.બલૈયા,(ફતેપુરા)ઉ.વર્ષ.૩૫,(૯) મહેશભાઇ રામાભાઇ મોરી પડાવ ફળિયા લીમડી ઝાલોદ ઉ.વર્ષ.૪૦ મળી કુલ ૧૮ કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો થવા પામ્યો છે.જ્યારે હાલ ૪૪૨ લોકોના રિપોર્ટ પેન્ટિંગ હોવાથી તેઓની રાહ જોવાઇ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી જે તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારોમાં સેનેટાઈઝ સહિતની કામગીરી પુરજોશમાં શરૂ કરી વધુ ને વધુ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.કોરોના કાળમાં અત્યાર સુધીમાં કુલ ૫૨ લોકો કાળનો શિકાર બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: