ઝાલોદ તા.૧૮
ઝાલોદ નગરના ઘણા મોટા ખાડાઓ કે રોડમા પડેલ ગામડાંઓ માટે પાલિકા તંત્ર નિંદ્રામાં હોય તેમ જણાઈ આવે છે નગરમાં થતી ચર્ચાઓ મુજબ પાલિકા તંત્ર હાલ નવા આયોજન શું કરવા તેને લઈને મીટિંગો કરતા હોય છે.
ઝાલોદ નગરના મુવાડા પાણીની ટાંકી પાસે એક મોટો ખાડો, પ્રભુતા પાર્ટી પ્લોટની સામે ગીતા મંદિર પાછળ મોટી ખુલ્લી ગટર, માંડલી ફળિયામા મોરની દુકાન સામે મોટી ખુલ્લી ગટર સ્વર્ણિમ સર્કલ પાસે રોડ પર ખાડો ,કોળીવાડા મુખ્ય માર્ગ પર બે મોટા ખાડા તેમજ તૂટેલ રોડ, સ્વર્ણિમ સર્કલની સામે મહાકાળી મંદિરના પાછળ જર્જરીત રોડ, ખુલ્લી ઉભરાતી ગટરો, ગટર ઢાંકણ વિનાની, મહાકાળી મંદિરના પાછળના રસ્તે આગળ જતાં રહેણાંક વિસ્તારમાં તૂટેલી જાળીયો તેમજ રોડ પર બે મોટા ભૂઆ, હનુમાનજી મંદિર જવાના રસ્તે રોડના જોઇન્ટ મારવા આવી તો ઘણી બીજી સમસ્યાઓ હસે પરંતુ આ બધા પ્રાથમિક કામો માટે પાલિકા તંત્ર નિંદ્રાધીન જોવા મળેલ છે.
અમુક મોટા ભૂઆ અને ખુલ્લી ઢાંકણ વગરની ગટરોને લઈ કેટલીય વાર વાહન ચાલકો પડી જાય છે પણ પાલિકા તંત્રને કોઈ પરવા નથી. મહાકાળી મંદિર પાછળ તૂટેલા અને જર્જરીત રોડને લઈ જે વાહન ચાલકો રોજીંદા ત્યાં થી નીકળે છે તેઓના વાહનો ખખડધજ થઈ ગયેલ છે તેમજ આ રોડ જ્યારે બનાવેલ હતો તેના થોડા મહિના પછી થી જ આ રોડ બનાવવામા ખાયકી થઈ હોય તેવી બુમો ઉઠી હતી પણ પાલિકા તંત્ર ચૂપ...મહાકાળી મંદિર પાછળ રહેણાંક વિસ્તારમાં તૂટેલી જાળી અને રોડ પર બે ભૂઆ પણ પાલિકા તંત્ર ચૂપ.....ઉપરના તમામ કામો અંગે તંત્રને કેટલીય વાર મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે પણ પાલિકા તંત્ર તો કામગીરી ન કરવાના સમ ખાધા હોય તેમ ચૂપ બેઠી છે આ બધી રોજીંદી કામગીરી તેમજ પ્રાથમિક જરૂરિયાતો છે છતાંય આ અંગે પાલિકા તંત્ર ઉદાસીન છે.હવે પાલિકા તંત્ર આ કામગીરી માટે ક્યારે જાગૃત થશે તે જોવું રહ્યું.
Post Views:
176